Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાનું હવસનું ભૂત ઉતારતી પોલીસ...

પોલીસે ગણત્રીના કલાકોમાં જ પાલક પિતા લાલજી ગોહેલને દબોચી લઇ ખોખરો કર્યોઃ સગીરાનું મેડીકલ ચેક અપ કરાવાયુ

ગોંડલ તા. ૯ :.. ગોંડલમાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર પાલક પિતાને પોલીસે ગણત્રીના કલાકોમાં જ ઝડપી લઇ ખોખરો કરી હવસનું ભૂત ઉતારી નાખ્યુ હતું. બીજી બાજુ આ ઘટના બાદ આરોપી પર ફીટકાર વરસી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ અત્રેનાં વોરા કોટડા રોડ પર આવેલ આવાસ કવાર્ટરમાં રહેતી મુળ મહારાષ્ટ્રના પરિવારની સગીર પુત્રી પર તેના પાલક પિતા લાલજી લીંબા ગોહેલ દરજી ઉ.૪પ એ બાળાની માશુમીયતનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી બનવા પામી હતી. સગીરાને ઉલ્ટી થતાં અને પેટમાં દુખતું હોવાની ફરીયાદ તેની માતાને કરતાં સગીરાનું ઉપસી ગયેલું પેટ જોઇ કંઇક અજુગતું બન્યાની શંકા સાથે સગીર પુત્રીને લઇ પોલીસ સ્ટેશને દોડી ગઇ હતી. જયાં પી. આઇ. જાડેજા તથા પીએસઆઇ ઝાલાની પુછપરછમાં સગીરાના પાલક પિતા લાલજી દ્વારા છેલ્લા આઠ માસ  થી સગીરાની એકલતાનો લાભ લઇ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પી.આઇ.જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.ઝાલા, વિશાલભાઇ, હરભમભાઇ, રાજભા ઝાલા, ધનુભા, રાજુભાઇ સહીતની ટીમે ગણતરીની મિનિટોમાં વોરા કોટડા રોડ પર દોડી જઇ નાશવાની પેરવીમાં રહેલા લાલજીને દબોચી લીધો હતો.

સગીરાનીમાતાને આગલા પતિથી છુટાછેડા થયા બાદ આઠેક વર્ષથી પોતાના ચાર સંતાનો સાથે ગોંડલ આવી હતી. દરમ્યિાન કોલેજ ચોકમાં મેળામાં ચકરડીમાં મજુરી કામ કરતી હોય ત્યાં રીક્ષાચાલક લાલજી ગોહેલ સાથેઆંખ મળી જતાં સંતાનો સાથે વગર લગ્ને લાલજી સાથે રહેતી હતી. પકડાયેલ લાલજી ગોહેલની પોલીસ આગવી ઢબે સરભરા કરી હવસનુ ંભુત ઉતારી નાંખ્યું હતું અને આરોપી  પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છ.ે

(1:25 pm IST)