Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

લીમડીમાં લીમડામાંથી પ્રવાહી ઝરતા અચરજ

વઢવાણ,તા.૯: લીબડી સિવિલ હોસ્પિટલની અંદર આવેલ એક લીમડાના ઝાડ માંથી છેલ્લા ચાર-પાંચ દિવસથી એક અલગ પ્રકારનું સફેદ કલરનો અલગ અલગ બે ડાળીઓમાંથી પ્રવાહી ઝરતા લોકોમાં અચરજ જવા પામી છે આ પ્રવાહી સાંજના સમયે પ્રવેહે છે એવી ચર્ચા ચર્ચાઈઙ્ગ રહી છે કે આ લીંમડો રડી રહ્યો છે તો કોઈ કહે છે આ લીમડામાંથી દુધની ધારા વહી રહી છ તો આ લીબડાનો ગુંદર છેઙ્ગ તો જોવાનું એ રહ્યું કે જો ગુંદર હોય તો ગુંદર ચિકાસ ધરાવતો હોય પણ આ પ્રવાહી માં થોડી પણ પ્રકારની ચિકાસ કે લીમડાની કડવી વાસ નથી આ સફેદ પ્રવાહીને ઝરતો જોવા લોકો સાંજની રાહ જોવે છે શું આ લીબડાના ઝાડમાં કોઈ રોગ હોય શકે જો હા તો લોકો માટે આ ભયજનક ખરો , લોકો આ સફેદ પ્રવાહીને હાથ લગાવીને ચકાસણી કરી રહ્યા છે તો આ લીમડાના ઝરતા પ્રવાહી શું હોય શકે તે હજુ કોઈને ખબર નથી ત્યારે આ બાબતે કુતૂહલ સર્જાયું છે.

(1:25 pm IST)