Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ચોટીલા લામ કોટડી જમીન બાબતે ધારાસભ્યગ્રામ જનોની વહારે

 વઢવાણઃચોટીલાના લોમાકોટડી ગામનો રસ્તો અને ગામતળની જમીન ગ્રીનફિલ્ડ એરપોર્ટની જમીનમાં સમાવેશ થઇ રહ્યો છે. જેનો ગ્રામજનો અને સરપંચ દ્વારા વિરોધ કરી તાલુકા અને જિલ્લા લેવલે વાંધા અરજી કરી યોગ્ય કરવા માંગ કરી છે. જો તેમ ન કરાય તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી છે. ત્યારે ચોટીલાના ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણાએ ગ્રામજનોની મુલાકાત લીધી હતી. જયાં તેમની સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો સાંભળી ચર્ચા કરી હતી.

(1:21 pm IST)