Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોરબીના યુવા કોરીયોગ્રાફર નેશનલ ડાંસ કોમ્પીટીશનમાં કરશે ગુજરાતનું પ્રતિનિધિત્વ

મોરબી તા.૯: મોરબીમાં ડાન્સ કલાસીસના સંચાલક એવા યુવા કોરિયોગ્રાફર દર્શન પંડ્યા ફરી એકવાર નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશીપમાં સિલેકટ થયા છે અગાઉ પણ અનેક નેશનલ લેવલની ડાન્સ કોમ્પીટીશનમાં તેઓ ભાગ લઈને મોરબીનું ગૌરવ વધાર્યું છે અને ફરી એક વખત નેશનલ ચેમ્પિયનશીપમાં તેઓ ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે

    આગામી દિવસોમાં ઉત્તરાખંડના દહેરાદુનમાં સ્ટેટ્સ ઓફ ડાંસ સ્પર્ધાનું આયોજન થવાનું છે જેમાં મોરબીના એકમાત્ર દર્શન પંડ્યા સિલેકટ થયા છે જે નેશનલ સ્પર્ધામાં મોરબી અને ગુજરાતને રીપ્રેઝન્ટ કરશે  યુવા ડાન્સર દર્શન પંડ્યા અગાઉ લફ્ઝો કા ટશન.સહિતની સ્પર્ધાઓ અને રીયાલીટી શોમાં પણ ભાગ લઇ ચુક્યા છે અને હવે દહેરાદુનમાં તા. ૨૨ ડિસેમ્બરે નેશનલ સ્પર્ધામાં ફાઈનલ યોજાશે

(1:20 pm IST)