Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોરબી શહેરમાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ભેળવીને કોર્પોરેશન બનાવવા રજુઆત

મોરબી તા.૯: આજુબાજુના ગામડાઓને શહેરમાં ભેળવીને મોરબીને કોર્પોરેશન બનાવવા ડો. બી. કે. લહેરૂએ માર્ગ-મકાન મંત્રી નીતિનભાઇ પટેલને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ કે મોરબીમાં અગાઉ મુડા દાખલ કરેલ તેનો મોટા ઉદ્યોગપતિ તથા વેપારી અને ખેડુત લોકોએ કેન્સલ કરાવેલ છે. તેનો અમલ ફરીથી થવો જોઇએ. મોરબી શહેરની હાલત વધુને વધુ ખરાબ થતીજાય છે. રોડ સાંકળા થતા જાય છે, ઢોરનો ત્રાસ વધી ગયો છે, ગટરો ઉભરાય છે અને ધુળની ડમરી ઉડે છે. મોરબીમાં જયાં જયાં મોટા ચાર રસ્તા ગોળાઇ છે ત્યાં ટ્રાફીક જામ થાય છે. માટે જયા જરૂર પડે ત્યાં જમીન સંપાદન કરીને કપાતનું વળતર ચુકવીને રસ્તા પહોળા કરવા જોઇએ તો જ વાહન વ્યવહારની પરિસ્થિતિ ઉપરાંત સરકારી નિયમ મુજબ આજુબાજુના ગામડાને મોરબીમાં ભેળવીને વસ્તી આધારિત સર્વે કરીને કમિશ્નરની નિમણુક કરીને કોર્પોરેશન બનાવવાની જરૂર છે.

શહેરમાં શેરી ગલીમાં મકાનની આજુ બાજુ વધારાની પેશકદમી કરીને બાંધકામ કરીને રસ્તા સાંકળા કરી નાખ્યા છે અને અમુક એરીયામાં વાહન વ્યવહારની મેઇન રોડ પર અવરસ જવર છે ત્યાં રસ્તો બંધ કરીને માંડવા બાંધીને પ્રસંગ ઉજવવામાં આવે છે અને વાહન ચાલકે ફરીને જવુ પડે છે તથા બીન કાયદેસર સ્પીડ બ્રેકર છે તે નિયમ વિરૂધ્ધ મોટા હોય તેને પાડીને મંજુરીવાળા સ્પીડ બ્રેકર હોય તે જ રાખવા જોઇએ બાકી તોડી નાખવા જોઇએ કેમ કે વયોવૃધ્ધ ચાલકનું વાહન પલટી ખાય જાય છે. હાલ મોરબીમાં શકત શનાળા પાસે જે ઓવરબ્રીજ થાય છે નવલખી બાયપાસરેલ્ગે ફાટક પાસે ઓવરબ્રીજ થાય છે તે સળંગ શનાળા બાયપાસ, પંચાસર ચોકડી, વાવડી ચોકડી તથા રેલ્વે ફાટક તેમ સળંગ ઓવરબ્રીજ કરવો જોઇએ તેમ રજુઆતમાં જણાવાયું છે.

પરશુરામધામ બ્રહ્મસમાજ દ્વારા રાહતદરે અડદિયા

મોરબી પરશુરામધામ બ્રહ્મસમાજ તરફથી તા.૧પના શુધ્ધ ઘીના અડદિયા ૧ કીલોના રૂ.૩૦૦ ના ભાવે વિતરણ કરવામાં આવશે. તા.૧૩ સુધીમાં ભુપતભાઇ પંડયા ૯૮રપ૬ ૭૧૬૯૮, ડો.બી. કે. લહેરૂ ૯૯૧૩ર રરર૮૩, રાજુભાઇ ભટ્ટ ૯૦૩૩૩ ૮રપ૬૭ તથા રવિન્દ્રભાઇ ત્રિવેદી ૯૮૭૯૦ ર૪૪૧૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(1:19 pm IST)