Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

હત્યાના આરોપમાં ત્રાપજનો યુવક ૫ દી'ના રીમાન્ડ પર

પ્રેમિકા માયા અને અન્ય કોણ કોણ હત્યામાં સામેલ,બાઈક અને હથિયાર બાબતે તપાસ

ભાવનગર તા.૯: અલંગ નજીકના સોસિયા ગામના ભંગાર ચોરીમાં અગાઉ પોલીસ દફતરે નામ ચઢી ગયેલ તેવા યુવકની નિર્મર્મ હત્યાના આરોપ સબબ પોલીસે ત્રાપજના ઇસમની ધરપકડ કરી હતી.આજે તપાસના કામે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અલંગ મરીન પોલીસ ના સ્થાનિકઙ્ગ ્સટાફ એઙ્ગ સીપીઆઈ બી.પી.ચૌધરીની રાહબરી હેઠળ સોસિયાના યુવક કાના ઢાપા ની ઠંડા કલેજે આયોજન પૂર્વક થયેલી હત્યા ના કામે ત્રાપજના દરબારગઢ ખાતે રહેતાં અને પ્લોટ ૧ માં કામ કરતા જગદેવસિંહ અશોકસિંહ ગોહિલ ઉવ ૨૦ ની ધરપકડ ગત સાંજે કરી હતી.

તળાજા કોર્ટ સમક્ષ રજૂ કરી રીમાન્ડની માંગણી કરેલ.જેમાં કોર્ટ એ પાંચ દિવસના રિમાંડ મંજુર કર્યાનંુ સૂત્રો એ જણાવ્યું હતું.

ઇન્વેસ્ટિગેશન કરતા અધિકારીના જણાવ્યા પ્રમાણે તળાજાના સરતાનપરના મૂળ રહેવાસી અને હાલ સોસિયા રહેતી માયા જયસુખભાઈ સરવૈયાને લઈ મૃતક અને હત્યારો બન્ને દોસ્ત હોવા છતાંય દારૂના નશામાં ધૂત કરી દઈ હત્યા કરવામાં આવી.

બન્ને માયા ના મોહમાં હતા. પોલીસ નું માનવું છેકે આ હત્યા આયોજન બદ્ઘ રીતે કરવામાં આવી છે.એટલું જ નહીં હત્યા સમયે માયા કયાં હતી અને તેનો શુ રોલ હતો.તથા હત્યા માત્ર એક વ્યકિત એ નહિ અન્ય પણ સામેલ હશે. એ ઉપરાંત બાઈક અને હથિયારનો કબજો લેવાનો બાકીછે. તેવા વિવિધ કારણોને લઈ તપાસ કરવામાં આવશે.

અલંગ અને સોસિયા શિપ યાર્ડ અથવા તો શિપમાંથી નીકળતા સામાન ના ખાડાઓ માંથી ચોરીઓ કરવા માટે અનેક ગેંગ સક્રિય છે.એ ઉપરાંત આ વિસ્તારમાં દેશી વિદેશી દારૂની બદી પણ એટલીજ ફેલાયેલી છે. સ્થાનિક અને પર પ્રાંતીય શ્રમિકોને દારૂની જોરદાર લત છે. તેમની સાથે અમુકનો વ્યવસાય જ ચોરી છે. આ વાત અહીં લગભગ સૌકોઈ જાણે છે.લોહીનો વેપાર પણ અહીં સામાન્ય બાબત છે.અહીં ચોરી કરવામાટે ભૂતકાળમાં મહિલાઓ પણ પોલીસ દફતેર ચડી ચુકેલોછે.માયાનું નામ પોલીસ દફતરે ચડ્યા પછી માન્યમાં ન આવે તેવી ચર્ચા છેકે ચોરીના કામ.માટે અહીં યુવતિઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.

(12:05 pm IST)