Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

માળીયા મિંયાણા પાસે ટ્રકે બાઇકને ઉલાળતા અબ્દુલભાઇ મોવરનું મોત

મોરબી તા. ૯: માળિયા મિંયાણા હાઇવે પરથી પસાર થતા મોટર સાયકલને ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું છે.

માળિયાના રહેવાસી સલીમભાઇ હબીબભાઇ મોવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રક નં. આરજે પર જીએ ૩૭૧૬ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી માળિયા કંડલા નેશનલ હાઇવે પર હોટલ આરામ પાસેથી પસાર થતા ફરિયાદીના ભાઇ અબ્દુલભાઇ હબીબભાઇ મોવર (ઉ.વ.રપ) ના મોટર સાયકલ નં. જીજે ૦૩ સીજે ૮૦૪૭ ને ઠોકરે ચડાવતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું જયારે ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો.

(12:04 pm IST)