Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભાવનગર-મુંબઇ સવારની હવાઇ સેવા અંગે સંસદની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ભાવનગર તા.૯ : ભાવનગરથી મુંબઇ સવારની હવાઇ સેવા શરૂ કરવા ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળે કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીની મુલાકાત લઇ રજૂઆત કરી હતી.ભાવનગરમાં હાલ મુંબઇ જવા માટે સાંજની ફલાઇટ શરૂ છે પરંતુ આ ફલાઇટ રાત્રે મુંબઇ પહોચતી હોય મુસાફરોને અગવડતાઓ ભોગવવી પડે છે. આ અંગે સાંસદે લોકસભા ગૃહમાં પણ રજૂઆત કરી હોવાનુ જણાવ્યુ હતુ. કેન્દ્રીય મંત્રીએ રજૂઆત સાંભળી યોગ્ય કરવા ખાતરી આપી હતી.

(12:03 pm IST)