Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

વાંકાનેરના તીથવા નજીક 'શ્રી માતંગી મોઢેશ્વરી' મંદિર બન્યુ સૌરાષ્ટ્રવાસીઓ માટે તીર્થધામ

ત્રણ દિવસના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો હજારો શ્રધ્ધાળુઓએ લાભ લીધો

વાંકાનેર તા.૯ : ગુજરાતમાં મોઢેરા બે રીતે વિશ્વ વિખ્યાત છે. એક મોઢેરાનું સુર્યમંદિર બીજુ માતંગી મોઢેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર તમામ મોઢ સમસ્ત તેમા મોઢ બ્રાહ્મણ મોઢ વણીક આવી મોઢ સતર જ્ઞાતિઓ માતંગી મોઢેશ્વર માતાજીને પોતાના માતાજી તરીકે પુજે છે. મહેસાણા જિલ્લાના મોઢેરા શિવાય ગુજરાતમાં શ્રી માતંગી મોઢેશ્વરી માતાજીનું મંદિર લગભગ નથી. માતંગી માતાને માનનારો વર્ગ તમામ ગુજરાતમાં છે અને વિદેશમાં પણ મોઢ લોકો તેમને તહેદિલથી માને છે. મોઢેરામાં ભવ્યાતિભવ્ય માતંગી માતાજીનું મંદિર પછી સૌરાષ્ટ્રમાં માતંગી મોઢેશ્વરી માતાજીએ બેસણા કર્યા છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના તિથવા ગામની ભાગોળે વનરાઇ લીલાછમ ડુંગરાઓ અને શ્રી ભંગેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ગુજરાતનુ બીજા નંબરનું શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી મંદિર શ્રી માતંગી મોઢેશ્વરી માતૃ સંસ્થાન દ્વારા આછા ગુલાબી રંગનું કલાત્મક ભવ્યાતિભવ્ય અદભૂત શિખર બંધ ગુંબજવારૂ લંબાઇ ૪૦ ફુટ પહોળાઇ ૩૬ ફુટ ઉંચાઇ ૪૨ ફુટ વાળુ આ મંદિર એક એકર અઢી વીઘામાં બનાવેલ છે. ટોટલ ૩ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ મંદિરની સાથે સાથે સુવિધાયુકત આવાસ ભવનનું નિર્માણ સ્વચ્છ સુંદર અને સુવિધાયુકત રસોઇ ઘર તથા ભોજનાલય યજ્ઞશાળાનું નિર્માણ સત્સંગ હોલ ગૌમાતાની સેવા માટે ગૌશાળા પાઠશાળા વિદ્યાલય આયુ. ઔષધાલય તથા પશુ ચિકિત્સાલયનું આયોજન સ્વચ્છ પાણી તથા બાગ બગીચા, બાલ ક્રિડાંગણ અને પક્ષીઓના ચણ માટે ચબુતરો વગેરેનું આયોજન કરવુ તેમાંથી ઘણુ ખરૂ કાર્ય વેગવંતુ બન્યુ છે. મંદિર આસપાસ ૩૦૦૦ વૃક્ષો વાવી દેવામાં આવેલ છે.

આ માંનું ધામ બનાવા માટે ઉદાર હાથે સહયોગ આપ્યો છે તેમાં શ્રીકૃષ્ણ ભાઇ (શ્રી સુરેશભાઇ) નરહરીભાઇ પંડયા પરિવાર મોમ્બાસા આફ્રિકાવારા, આ ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિદાન શ્રીમતી પ્રીતીબેન ધર્મેન્દ્રભાઇ લાભશંકરભાઇ જોશી પરિવાર, મુખ્ય પ્રવેશદ્વારના દાતા શ્રી ઉમિયા શંકર પ્રાગજીભાઇ જોશી પરિવાર અને ગુજરાતના ઘણા મોઢ જ્ઞાતિરત્નોેએ ઉદાર હાથે ફાળો આપી સૌરાષ્ટ્રમાં અદભૂત નવુ નવલુ માંનું ધામ આકાર લઇ સાકાર બની જતા મોઢજ્ઞાતિ હર્ષોલ્લાસ છલકાતો હતો અને તિથવાની પુણ્ય ભૂમિ પર શ્રી માતંગી મોઢેશ્વરી માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.

૨૩ કુંડી યજ્ઞનું ભવ્ય આયોજન કરેલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અધ્યક્ષપદે વિદ્વાન શાસ્ત્રી હિંમતલાલભાઇ વિઠ્ઠલભાઇ જોશી (હજનાળીવાળા) તથા આચાર્યપદે વિદ્વાન શાસ્ત્રી બળવંતરાય લક્ષ્મીશંકર દવે બિરાજેલ હતી.

માંનુ ધામ ખાતે જયપુરના શિલ્પ કલાકાર દ્વારા મોઢેરા ખાતે જે મુર્તી છે તેવી જ હુબહુ તેની પ્રતિકૃતિ સમાન આરસની

(12:02 pm IST)