Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

ભગવત ગીતાએ પાલક અને સર્જકઃ પૂ.મોરારીબાપુ

જોડિયાધામમાં ૪૫માં ગીતા જયંતિ મહોત્સવની ભવ્યતાથી ઉજવણી

વાંકાનેર તા.૯: જામનગર જિલ્લા જોડીયાધામ ખાતે આવેલ પ.પૂ.શ્રી વિરામ મુનીજી સ્થાપિત શ્રીરામકૃષ્ણ સાધના ટ્રસ્ટ શ્રી ગીતા વિધોલપ ''ધર્મક્ષેત્ર'' ખાતે તા.૬ થી ૮ ડિસેમ્બર દરમ્યાન ત્રિ-દિવસીય (૪૫મો શ્રીગીતા જયંતી મહોત્સવ પ.પૂ.શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે યોજાયેલ હતો જેમાં તા.૬ થી ૭ બે દીવસીય સવાર-સાંજ-પૂજનીય કથાકારશ્રીના સત્સંગ પ્રવચન-પ્રસંતો-મહંતોના સત્સંગ પ્રવચન યોજાયેલ હતા તેમજ આ પ્રસંગે અનેક જગ્યાઓમાંથી પૂ.કથાકાર શ્રી પધાર્યા હતા અને સત્સંગ-દર્શનનો અમૂલ્ય લ્હાવો જોડીયાના આંગણે ભાવિક-ભકતોને મળેલ હતો.

શ્રીગીતા જયંતીની પૂર્વ સંધ્યાએ ''ભજન સંધ્યા''નો ભવ્ય કાર્યક્રમ પૂ.શ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં યોજાયેલ જેમાં ગુજરાત-સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ કલાકાર ભજન સમ્રાટ ઓસમાણ મીર-બીરજુ બારોટ-જયદેવભાઇ સોની-જયશ્રીદાસ માતાજી વગેરે નામાંકીત કલાકારોએ સંતવાણી-ભજનીથી સંગત જમાવી હતી.

શ્રી ગીતા જયંતીના સૌપ્રથમ શ્રી લાભુભાઇ પુરીહીતે સંસ્થાનો પરિચય તેમજ ગીતા જયંતી વિષે પ્રવચન આવેલ હતુ જોડીયાની જુની જાહોજલાલની વાતો રજૂ કરેલ કે એક સમયમાં જોડીયાની જાહોજ લાલી ઔર હતી સીધો પાકિસ્તાન-કરાચી સાથે બંદરનો વ્યવહાર હતો ટ્રેન સુવિધા હતી આજે અડધુ ગામ ખાલી થયેલ છે. ત્યારબાદ શ્રીગીતા વિદ્યાલય સંસ્થાના અધ્યક્ષ યોગેશભાઇ શાસ્ત્રીજીએ જણાવ્યું કે કૃષ્ણ પૂર્ણ છે કૃષ્ણની ગીતા પણ પૂર્ણ  છે, એનાથી આપણે મળી રહેલ ભગવત ગીતા પણ પૂર્ણ છે, ક્રમસે ક્રમ આપણે સ્વસ્થ રહીએ, ભગવતગીતાના સ્મરણથી આપણે બધુ મળતુ રહે છે.

જોડીયાધામ-રામવાડીના મહંત પૂજય સંતશ્રી ભોલેદાસજી બાપુ આજે નથી જેની ખોટ છે તેમજ શ્રી બાબુભાઇ તન્ના નથી, બે વ્યકિતની આજે ખોટ છે, જેમની હંમેશા હાજરી રહેતી ત્યારબાદ શ્રીગીતા વિદ્યાલયના બાળકોએ સમુહમાં ગીતાજીના અધ્યાયનુ ગાન કરેલ, ગુરૂવંદન,કરેલ તેમજ ગીતા વિદ્યાલયના નાના-નાના-બાળકોએ ''શીવતાંડવ'' ગીતા વિશે પ્રવચન શ્રીમદ્ ભાગવત ગીતા વિષે સુંદર પ્રવચનો કરેલા હતા ધૃતાષ્ટક વિષે પ્રવનચ પણ રજૂ કરેલા હતા જેમાં ગીતા વિદ્યાલયના વિદ્યાર્થી પીઠડીયા રૂદ્રા-પીઠડીયા હેતાશુ-રાઠોડ પૂનમ-ગીતાજયંતીના પ્રાસંગીઠ પ્રવનચમાં સોલંકી વનરાજ- પરમાર ગણપત- લીમાણી હેત- હાલાવડીયા કીંજલ- પીઠડીયા રૂતુ પરમાએ વ્યકતત્વ આપેલ હતુ.

પૂ.શ્રી મોરારીબાપૂએ જણાવ્યુ કે..બાય...બાય...મારા બાય સૌ પ્રથમ પૂ.શ્રી વિરાગમુનીજીની તપસ્યાને પ્રણામ... એમની ચેતનાને મારા પ્રણામ. તેમજ અનંત વિભૂષીત ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી સત્યાબાવા, અનંત વિભૂષીત મહામંડલેશ્વર ૧૦૦૮ પૂ.શ્રી વસંતદાસજીબાપુ, સૌ પૂજય ચરણોમાં પ્રણામ-શ્રીગીતા વિદ્યાલયના બાળકોને તૂલહાર,આખા જગતને પરિવાર ગણીએ, આપણે નાનો એવો પરિવાર હોઇએ પ.પૂ.શ્રી કૃષ્ણશંકર દાદા-પ.પૂ.શ્રી ડોગરેજી મહારાજશ્રીનો પરિવાર, મારો ત્રિવેણી પરિવાર સૌને પ્રણામ.

પૂ.મોરારીબાપુએ કહ્યુ કે ભગવતગીતાએ સ્વયંમ ત્રિવેણી છે ભગવત ગીતા પાલક અને સર્જક છે એવી કોઇ નવિ વાત નથી જેમાં જ્ઞાનનો પ્રવાહ ભકિતનો પ્રવાહ છે મધ્યમાં સમાધાન ઉભા કરે છે અંતમાં શરણગતિ સ્વીકારે છે, એ પણ ત્રિવેણી છે સમાધાન જયાં સુધી સ્વીકારે છે, એ પણ ત્રિવેણી છે સમાધાન જયા ંસુધી બુધી ન સ્વીકારે ત્યા સુધી ખમતા નથી, આપણી શારિરીક શરણાગતિ મારા જીવનમાં અનુભવ્યા કરે, ''મારી પણ વધારે પડતી સેવા થાય છે.

કથાના આયોજકો તલગાજરડાની કથા કરાવી હોય તો મોરારીબાપુ કહે છે એને વધારે પડતી સુવિધા ન આપે કથાકારોને કથા વાંચવા માટે વ્યાસપીઠ પર પૂરેપૂરી દક્ષિણા લેવી જ જોઇએ, અધિકાર છે કોઇ પૂરી દક્ષીણા ન આપે તો મને કહેજો હુ આયોજકોને કહીશ આજે એક કલાક ગાવાના જો ૧૫ લાખ લેતા હોઇ તો કથાકાર કેમ ન લ્યે, અધિકાર છે ''આજે અમુક કથાના આયોજકો તો કર્જો કરીને કથા કરે છે. એમ કથા ન કરવી જોઇએ.

પૂ.મોરારીબાપુ ને વધારે પડતી સુવિધા આપવી નહી, ગીતાએ ત્રિવેણી છે, મન પ્રશ્નો ઉભા કરે છે, સમાધાન આપે છે, ગીતામાં કેટલી ''ત્રિવેણી'' છે ત્રણ પ્રકારનુ તપ ત્રણ પ્રકારની શ્રધ્ધા-ત્રિવેણી છે, આપણે ત્યા ત્રણ જગતગુરૂએ ધર્મમાં જગતગુરૂ આવ્યા રામાનંદ સાહેબ-મધવા આચાર્યજી અને જગતગુરૂ વલભાચાર્યજી પધાર્યા શાસ્ત્રવધ જગતગુરૂ કેટલા ''રામ, કૃષ્ણ અને ત્રીજા શીવ ભગવતગીતાને ''સત્ય પ્રેમને કરૂણા'' કહું છુ.

''ભગવતગીતામાં પ્રેમ શબ્દ નજર ''પ્રિય'' શબ્દ છે ત્રીવેણીનો ત્રીજો પ્રવાહ હનુમાન છે હનુમાન સર્જક છે, રક્ષક છે, પાલક છે, સેવક છે એપણ ત્રિવેણી છે, ભગવતગીતા એ સ્વયંમ ત્રિવેણી છે પરમતત્વ સહુનો પ્રતિક છે.

શ્રી ગીતા જયંતી મહોત્સવમાં જોડીયાધામના સૌ નગરજનો ભાવિક ભકતજનો તેમજ બહાર ગામથી પણ સેવકો બહોળી સંખ્યામાં હાજર રહેલા હતા ગીતા વિદ્યાલયના બાળકો દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયેલ વિનુભાઇ ચંદારાણા- વિનાભાઇ કાનાણીએ જણાવેલ છે.

(12:01 pm IST)