Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અમરેલી જીલ્લા પંચાયત રોડને કવિ રમેશ પારેખ માર્ગ નામ આપવાના નિર્ણયને વધાવતા કવિઓ

બાલભવન ખાતે 'સંવાદ'ની કાવ્યગોષ્ઠીની બેઠક યોજાઇ

અમરેલી તા.૯ : અમરેલીની સાહિત્યિક સંસ્થા સંવાદની કાવ્યગોષ્ઠિ બેઠક અમરેલીમાં ગિરધરભાઇ સંગ્રહાલય બાલભવન અમરેલી ખાતે મળી હતી.

પ્રારંભે સંવાદના સંયોજક પરેશ મહેતાએ સહુને આવકાર આપી પ્રવૃતિ અહેવાલ રજૂ કરેલા. અમરેલી નગરમાં જિ.પં. રોડને કવિ રમેશ પારેખ માર્ગ નામ આપવામાં ન.પા.ના નિર્ણયને અને રજૂઆત કરનાર સંવેદનગૃપ અને પ્રમુખ વિપુલ ભટ્ટીને અભિનંદન અને આભારની લાગણી વ્યકત કરી હતી. અમરેલીના સુપ્રસિધ્ધ કવિ રમેશ પારેખ આ સન્માન બદલ સહુએ રાજીપો વ્યકત કર્યો હતો.

વરીષ્ઠ કવિ હર્ષદ ચંદારાણાની વિશેષ ઉપસ્થિતિમાં કેતન જોશી, પંકજ ચૌહાણ, મુકેશ જોશી, કનુભાઇ લીંબાસીયા, પરેશ મહેતા સહિતનાએ કાવ્યપાઠ કરેલ.

આ તકે ભાવકવિશેષ સુર્યકાંતભાઇ પાઠક, રાજુભાઇ માંડાણી, નિતીનભાઇ ભટ્ટનું પુસ્તક આપી સન્માન કરાયુ.

બેઠકમાં પંકજભાઇ જોશી, યોગેશ ભટ્ટ, રજનીભાઇ ભટ્ટ, ઇતેશ મહેતા, ઉમેશ ચાવડા, રિતેશ વસાણી હાજર હતા. નાટય કલાકાર ઉદઘોષક ઉમેશ ચાવડાએ નાટય સંવાદોની પ્રસ્તૃતિ કરી હતી. બાલભવન પરિવારના નિલેશભાઇ પાઠક મોટાભાઇ સંવર, દિનેશભાઇ ત્રિવેદી કવિ મુકેશ દવે, કેતનભાઇ કાનપરીયા, પ્રકાશ મકવાણા, ગોપાલ ધકાણ સહિત સૌએ શુભેચ્છા પાઠવી હતી. સંચાલન પરેશ મહેતાએ કરેલ હતુ.

(12:00 pm IST)