Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

પોરબંદરઃ પાંચ વર્ષ પુર્વે દિવાળી ઉપર થયેલ ખુન કેસના આરોપીઓનો છૂટકારો

પોરબંદર તા. ૯ :.. પાંચ વર્ષ પુર્વે દિવાળી ઉપર થયેલ ચકચારી ખૂન કેસમાં તમામ આરોપીઓનો નિર્દોષ છૂટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની હકિકત એવી છે કે, ગઇ તા. ર૩-૧૦-ર૦૧૪ ના ીદવાળીની રાત્રે આ કામના ફરીયાદી હિરેન્દ્ર દિપકભાઇ સોલંકીએ એવી ફરીયાદ આપેલ કે, તેમનો ભાઇ વિરેન્દ્ર તથા તેમની બેન શીતલ તેમના ઘર પાસે ફટાકડા ફોડતા હોય તેઓને તેની સાથે રહેતા પાડોશી કાદર ઇસ્માઇલના પુત્ર રમીઝ કાદરે ફટાકડા ફોડવા માટે ના કહેલ અને ફરીયાદીને ઝાપટોથી માર મારેલ તે બાબતે સમાધાન કરવા માટે ફરીયાદીએ તેના શેઠના છોકરા મિતેષભાઇને ફોન કરી ઘરે બોલાવેલ અને આ મિતેષભાઇ, કાદર ઇસ્માઇલભાઇ વગેરેને સમજાવવા જતાં રમીઝ કાદરે મિતેષભાઇને પકડી રાખેલ અને કાદર ઇસ્મઇલ, સલીમ કાદર તથા જાહીદ ઇસ્માઇલે છરી વડે મિતેષભાઇને છાતીમાં ત્થા ગળા ઉપર જીવલેણ ઇજાઓ કરી મિતેષભાઇનું  મૃત્યુ નિપજાવેલ છે.

ઉપરોકત મુજબની ફરીયાદ કમલાબાગ પોલીસમાં નોંધાતા કમલાબાગ પોલીસે તમામ  આરોપીઓને અટક કરેલ અને આ કામના તમામ મુખ્ય સાહેદોના કોર્ટ રૂબરૂ નિવેદનો નોંધોલ અને તમામ આરોપીઓ સામે પુરાવો એકઠો કરી તપાસને અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરેલ હતું.

તમામ કાર્યવાહી પુર્ણ થતાં આ કેસ તેના અંત સુધી પહોંચતા ઘણો લાંબો સમય નિકળી ગયેલ. ત્યારબાદ આ કેસ પોરબંદરના એડી. ડીસ્ટ્રીકટ જજ શ્રી આર. આર. ભટ્ટની કોર્ટમાં ચાલવા ઉપર આવતા તમામ સાહેદોને તપાસવામાાં આવેલ. અને વધારાના જે સાહેદો ઉમેરવામાં આવેલ તે તમામ સાહેદો તપાસી બંને પક્ષોની વિગતવાર સાંભળી તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરેલ હતો.

બચાવ પક્ષે હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરી આરોપીઓ તરફે દલીલો રજૂ કરેલ. અને તમામ બંને પક્ષોની રજૂઆતોને કોર્ટે ધ્યાને લઇ વિશ્લેષણ કરી કોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરેલ છે. આ કામે તમામ આરોપીઓના એડવોકેટ, જોખીયા એડવોકેટસ ઓફીસ તરફથી વકીલ શ્રી સલીમભાઇ જોખીયા, સરફરાઝ ડી. જોખીયા, વી. ઓ. જોખીયા, રમેશભાઇ જે. ગોહેલ રોકાયેલા હતાં.

(11:59 am IST)