Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

કૃતિયાણાના મોડપર- પસવારી -માંડવા રોડના નવીનીકરણ માટે ૨ કરોડ મંજુર

ગોસા (ઘેડ),તા.૯: ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજયના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને કુતિયાણા મતવિસ્તારના મોડદર પસવારીઙ્ગ રોડ તેમજ માંડવા એપ્રોચ રોડ ના પ્રશ્ને રજૂઆત કરતાં રાજય સરકારે રજુઆતો ગ્રાહ્ય રાખી બે કરોડની રકમ આ બંને રસ્તાઓ માટે મંજુર કરવામાં આવેલ છે

ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ આ અગાઉ પણ કુતિયાણા વિસ્તારના કેટલાયે ગામોના ખખડધજ રસ્તાઓ ના નવીકરણ માટે રજૂઆતો કરી તે રસ્તાઓને નવસાધ્ય કરાવેલ છે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓને કાયાપલટ કરવાનો સિલસિલો આગળ ધપાવતા ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ રાજય સરકારમાઙ્ગ અસરકારક રજૂઆત કરીને વધુ બે રસ્તાઓના નવીકરણ માટે રૂપિયા બે કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી છે

જેમાં કુતિયાણાના મોડપરઙ્ગ રોડ ૦/૦૦૦ થીઙ્ગ ૩/૫૦૦ કીલો મીટર ના રસ્તા માટે રૂ. ૧૬૦.૦૦ લાખ તેમજ માંડવા એપ્રોચ રોડ ૨.૫૭ કિલોમીટર ના રસ્તા માટે ૪૦ લાખ મળી કુલ બે કરોડના રસ્તાઓને નવસાધ્ય કરવા માટે ધારાસભ્યશ્રી કાંધલભાઈ જાડેજાએ કરેલ રજૂઆત માન્ય રાખી મોડદર રોડ તેમજ માંડવા એપ્રોચ રોડ મંજૂર કર્યા છે. જેનીઙ્ગ વહીવટી પ્રક્રિયા માટે આ કામોના મરામત સદર એ મંજૂર કરી આપવામાં આવેલ છે.

(11:58 am IST)