Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

રાજુલા-જાફરાબાદના અગરીયાઓને સહાય-નુકશાની વળતર આપવા માંગ

રાજુલા તા.૯: અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ તાલુકાના મીઠાના અગરીયાઓને સહાય અને વિવિધ પ્રકારની સુવિધા આપવા મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ મુલાકાત કરી આગેવાનોએ રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવેલ કે સતત ૬ માસ વરસાદને કારણે નમકનું ઉત્પાદન હવે ૩ મહિનાજ કરી શકાશે અને મજુરોને રોજગારી ઓછી મળશે. ભારે વરસાદને કારણે પાળા તથા નિમકનું ધોવાણ થઇ જતા મીઠુ પકવવા અગરીયાઓને ભારે નુકશાન થયું છે.

ખેડૂતોને જેમ ખેતીમાં નુકશાન બદલ રાહતો પેકેજ જાહેર કર્યું છે તેમ મીઠાના અગરીયાઓને પણ સહાય આપવા અને ટેકાના ભાવે નિમક ખરીદવાની વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી છે.

(11:58 am IST)