Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

દારૂબંધી થાંભલે ચડી : ભાવનગરના અકવાડા ગામે દેશી દારૂ વેચાતો હોવાના પોસ્ટરો લાગ્યા

ગામના પ્રવેશદ્વારથી ગામ સુધી થાંભલા પર પોસ્ટરોમાં દેશી દારૂ મળતો હોવાનું લખાણ

ભાવનગરના અકવાડા ગામે દારૂ વેચાતો હોવાના પોસ્ટરો લાગ્યા છે. અકવાડા ગામના પ્રવેશ દ્વારથી ગામ સુધી થાંભલાઓ પર પોસ્ટરો જોવા મળે છે. જેમાં દેશી દારૂ મળતો હોવાનુ જણાવાયું છે. જે લોકો દારૂ પીવે છે તેવા લોકોનું 6 મહિનાની અંદર રેશનકાર્ડ માંથી નામ કાઢી નાખવાની રજૂઆત કરાઇ છે. અકવાડા ગામને બરબાદ કરવામાં દારૂનો હાથ હોવાનું દર્શાવાયું છે.

(6:15 pm IST)