Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

અમરેલીના બગસરામાં માનવભક્ષી દીપડાને ખતમ કરવા શૂટ-એટ-સાઈટનો આદેશ અપાયો

રહેવાસીઓને સાંજે 7 પછી બહાર ન નીકળવાની સલાહ

અમરેલી - છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના અમરેલી જિલ્લામાં બે જણનું ભક્ષણ કરી જનાર ખૂંખાર દીપડાને દેખતો જ ઠાર મારવા માટે જંગલ વિભાગે શૂટ-એટ-સાઈટનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસાવદર, ધારી અને બગસરામાં નરભક્ષી દીપડાએ છેલ્લા અમુક દિવસોથી ભારે આતંક મચાવ્યો છે. બે જણનો શિકાર કરવા ઉપરાંત એણે એક  મહિલાને ઘાયલ કરી છે

  આ આતંક રોકવા માટે વન વિભાગે હવે જડબેસલાક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રહેવાસીઓને સાંજે 7 પછી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

(5:15 pm IST)