Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

માળિયા હાઈવે પર ટ્રકની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત

માળિયા કંડલા નેશનલ હાઇવે પર હોટલ આરામ પાસે અકસ્માત

માળિયા હાઈવે પરથી પસાર થતા મોટરસાયકલને ટ્રક ચાલકે ઠોકર મારતા યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે અકસ્માતની નોંધ કરી માળિયા પોલીસે તપાસ ચલાવી છે

માળિયાના રહેવાસી સલીમભાઈ હબીબભાઈ મોવરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રક નં આરજે ૫૨ જીએ ૩૭૧૬ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી માળિયા કંડલા નેશનલ હાઇવે પર હોટલ આરામ પાસેથી પસાર થતા ફરિયાદીના ભાઈ અબ્દુલભાઈ હબીબભાઈ મોવર (ઉ.વ.૨૫) ના મોટરસાયકલ નં જીજે ૦૩ સીજે ૮૦૪૭ ને ઠોકરે ચડાવતા યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે ટ્રક મૂકી ચાલક નાસી ગયો હતો

(11:14 pm IST)