Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

વાંકાનેરના મહિકા ગામે ખનીજચોરો પર પોલીસની તવાઈ :આરોપીઓ ફરાર :લાખોનો મુદામાલ જપ્ત:

તાલુકા પોલીસની ઝુંબેશને પગલે ખનીજચોરી કરતા ઈસમોમાં ફફડાટ

મોરબી જીલ્લામાં બેફામ ખનીજચોરી થતી હોવાની બૂમ ઉઠે છે  ખાણ ખનીજ વિભાગની ટીમ બે-ચાર વાહનો ઝડપી કાર્યવાહી કરે છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે મહિકા નદીના પટમાં ખનીજચોરો પર તબાહી બોલાવી હતી અને લાખોનો મુદામાલ જપ્ત કર્યો છે

  વાંકાનેર તાલુકા પીએસઆઈ જી આર ગઢવીના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસની ટીમે મહિકા નદીના પટમાં દરોડો કર્યો હતો જેમાં ઘટનાસ્થળે પડેલા બે ટ્રેક્ટર, એક ડમ્પર અને એક લોડર સહિતનો લાખોની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસના દરોડાને પગલે ખનીજચોરોમાં નાસભાગ મચી હતી જેમાં આરોપીઓ વાહન છોડી નાસી ગયા હતા તો કેટલાક ખનીજચોરો વાહન સાથે નાસી જવામાં સફળ રહ્યા હતા

    વાંકાનેર પંથકમાં બેફામ ખનીજચોરીની વ્યાપક ફરિયાદ છતાં ખાણ ખનીજ ટીમ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્ય સર્જાઈ રહ્યા છે તો વાંકાનેર તાલુકા પોલીસની ટીમે ખનીજચોરી કરનાર ઇસમોને ઝડપી લેવા આદરેલી ઝુંબેશને પગલે ખનીજચોરી કરતા ઈસમોમાં ફફડાટ વ્યાપી ગયો છે

(8:28 pm IST)