Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

પ્રોહીબીશનના બે ગુન્હાઓમાં વોન્ટેડ મહિલા આરોપીને રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

 ભાવનગર :પ્રોહીબીશનના બે ગુન્હામાં નાસતી ફરતી આરોપી મહિલા ડાયાબહેન સુરેશભાઈ પરમારને રાજપરા ગામના એબીએસ સ્ટેશન પાસેથી ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધી છે એન ધોરણસર કાર્યવહી હઠ ધરી છે                      

 તાજેતરમાં ગૃહ વિભાગ, ગાંધીનગર ગુજરાત રાજય દ્રારા રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ આપેલ હોય જે અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકરી પી.એલ.માલએ  ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવવા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

    દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહીલ તથા પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહીલ ને સંયુકતમાં મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં-૧૪૩/૨૦૧૮ તથા પ્રોહી.ગુ.ર.નં-૧૭૬/૨૦૧૮ પ્રોહી. કલમ ૬૫ એ,એ વિ. મુજબના ગુન્હાના કામે નાસતી ફરતી મહિલા આરોપી ડાયબેન  સુરેશભાઇ કાવાભાઇ પરમાર (ઉ.વ.૪૫ ) ( રહેવાસી રાજપરા ગામ, તા.તળાજા જી.ભાવનગર) રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી મહિલા આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી પોલીસ હેડકોન્સ. જે.બી.ગોહિલ તથા મંછાબેન પરમાર તથા પોલીસ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા રાજદીપસિંહ ગોહિલ જોડાયા હતા

(8:14 pm IST)