Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

અંજાર પોલીસ મથકના પ્રોહિબીશનના ગુન્હામાં પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો

ગાંધીધામના અંજાર પોલીસ મથકના પ્રોહિબીશનના ગુન્હામાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી ટીમે મોરબીના ગેંડા સર્કલ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મોરબી એલ.સી.બી. ટીમને મળેલ ખાનગી બાતમીના આધારે અંજાર પોલીસ મથકના પ્રોહિબીશનના ગુન્હામાં પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી રોહિત ઉર્ફે પીન્ટુ ઉર્ફે ભાણું દાનભાઈ નટભા ઝાલા રહે- જીવા જી.સુરેન્દ્રનગર વાળાને મોરબીના ગેંડા સર્કલ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)