Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક પૂઠા ભરેલ ટ્રકમાં લાગી

મોરબી  : મોરબી માળિયા હાઈવે પર અચાનક ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા સ્થાનિકો દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા જો કે ટ્રકમાં આગને પગલે કોઈ જાનહાની થઇ ન હતી.હાઈવે પર ટ્રકમાં આગ લાગવાને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો અને અનેક વાહન ચાલકો ફસાયા હતા.

મોરબીમાળીયા હાઇવે પર લક્ષ્મીનગર ગામ નજીક જીજે ૧૨ ઝેડ ૦૫૬૧ આઇસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.અચાનકટ્રકમાં આગ ભભૂકતા ટ્રક ચાલકનો બચાવ થયો હતો જો કે ટ્રકમાં  પુઠ્ઠા ભરેલા હોવાને કારણે સંપૂર્ણ ટ્રક આગનીઝપેટમાં આવ્યો ગયો હતો.લક્ષ્મીનગર ગામ નજીક હાઈવે પર ટ્રક સળગી ઉઠતા સ્થાનિકોએપાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતો.ટ્રકમાં આગ ક્યાકારણોસર લાગી તે જાણી શકાયું નથી તો આગના બનાવને પગલે કોઈ જાનહાની થઇ ન હતી.અચાનકહાઈવે પર ટ્રક સળગી ઉઠતા હાઈવે પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

(12:51 pm IST)