Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

દ્વારકાનાં ભાટિયા યાર્ડમાં બારદાન મળવાથી મગફળી ખરીદી અધ્‍ધરતાલ

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા માર્કેટીંગ યાર્ડમાં સૌથી વધુ મગફળીની આવક વચ્ચે તંત્રની બેદરકારીભરી પ્રક્રિયાના કારણે ખરીદ પ્રક્રિયા ખોરંભે ચડી છે. આજે બારદાન ખૂટી પડતાં યાર્ડમાં પપ00 ગુણી મગફળીનો ખરીદ્યા વગરનો જથ્થાનો ભરાવો થયો છે. બારદાનની ખોટ વચ્ચે ખરીદ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લો મગફળીના ઉત્પાદન માટે સમગ્ર હાલારમાં 'હબ' ગણવામાં આવે છે. આ વર્ષે સરકાર દ્વારા જિલ્લાના ચાર સેન્ટરો પરથી 80,684 મેટ્રીક ટન મગફળી ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર સેન્ટરો પર અણઘડ વહિવટ અને અપૂરતી સુવિધાઓને કારણે ખરીદ પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. આ મંદ પ્રક્રિયા વચ્ચે તા.6 સુધીમાં ચારેય સેન્ટરો પરથી ૧૩૯૫૦ ટન જથ્થો ખરીદ કરવામાં આવ્યો છે. જેથી સરકારી લક્ષ્યાંક કોઈ સંજોગોમાં પૂર્ણ થાય તેમ લાગતું નથી.

આ પ્રક્રિયા વચ્ચે ભાટિયા સેન્ટર પર ૭પ00 ખેડૂતોના રજીસ્ટ્રેશન સામે ૩૫૦ ટન જ મગફળી ખરીદ કરવામાં આવી છે. હાલ યાર્ડમાં બારદાન ખૂટી પડતાં ખરીદ પ્રક્રિયા ખોરંભે ચડી છે. બીજી તરફ ખેડૂતોએ મગફળી સાથે વાહનો યાર્ડમાં ટેકાવી દેતાં પપ00 ગુણીનો ભરાવો થઈ ગયો છે. જ્યારે તંત્ર પૂરતાં બારદાન સત્વરે અપાવે તો જ ભરાવો 'તોલ' પર ચડી શકે તેમ છે.

(12:04 pm IST)