Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ગિરનાર ટાઢોબોળઃ ૮ ડિગ્રીએ યાત્રિકો ઠુંઠવાયા

જુનાગઢ : સોરઠમાં શિયાળાની પગરવની સાથે એકાએક તિવ્ર ઠંડીનું મોજું છવાતા ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો ૮ ડિગ્રીએ પહોંચતા યાત્રિકો ઠુંઠવાયા હતા. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રો તથા તાપણાના સહારે મુકાયા હતા.  આ સાથે રાજયમાં અનેક સ્થળે ૧૩ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયુ હતુ.

જૂનાગઢ હવામાન સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે ગુરૂતમ તાપમાન ૩૧.પ ડિગ્રી, લઘુતમ ૧ર.૪ ડિગ્રી ભેજ ૬પ અને ર૮ ટકા તથા પવન ર.૪ કિ.મી. નોંધાયો છે. જયારે ગિરનાર પર્વત ઉપર તાપમાનનો પારો ૮ ડિગ્રીએ પહોંચ્યો છે.

કાતિલ ઠંડીના મોજાથી ગિરનારની યાત્રાએ આવેલા યાત્રિકો ઠુંઠવાયા હતા. તળેટીમાં વહેલી સવારે કફર્યુ જેવી સ્થિતિ સર્જાઇ હતી. તાપણા અને ગરમ વસ્ત્રોના સહારે લોકો આવી  ગયા હતા.

(11:47 am IST)