Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ખંભાળિયામાં યુવાન ઉપર ઘાતક હુમલો : જામનગરના ચાર શખ્સો સામે ગુનો

ખૅભાળિયા : ખંભાળીયા તાલુકાના જુના તથીયા ગામે  રહેતા સુભાષગર ભીખુગર મેઘનાથી નામના ૪૦ વર્ષના યુવાનના ઘરમાં ઘુસી જામનગરના કીરીટ પરમાર, ઇસ્માઇલ નુરમામદ ચામડીયા, કાદર વાઘેર અને સુરેશ બાવરી નામના ચાર શખ્સોએ તેના ભાઇ અને તેની મામાની પુત્રી નીરૂ કયાં છે તેમ  કહેતા તે મને ખબર નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા ચારેય આરોપીઓએ પાઇપ તથા છરી વડે હુમલો કરી, સુભાષગરને ઇજા કરી હતી. આ ઉપરાંત આરોપીઓએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:47 am IST)