Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

ધ્રાંગધ્રા : મૈત્રી કરાર મુદે બબાલ થતૉ વાહન સળગાવી દીધું

ધ્રાંગધ્રાઃ ધ્રાંગધ્રા શહેરના આંબેડકર વિસ્તાર પાસે રહેતા પ્રેમજીભાઇ કાળુભાઇના મકાને એક પરિવારના ચાર સભ્યો દ્વારા ગત તા. પ ડીસેમ્બરના રોજ જઇ ઘરમાં તોડફોડ કરી પ્રેમજીભાઇનુ મોટરસાઇકલ સળગાવી દીધુ. જયારે આ પરિવાર દ્વારા  પુત્રી પુજાના મૈત્રી કરાર બાબતે  તકરાર થતા એક જ પરિવારના ચાર સભ્યો દ્વારા તોડફોડ કરતા બબાલ ઉભી થઇ હતી. જયારે પ્રેમજીભાઇ દ્વારા તોડફોડ કરવા આવેલા  પરિવારના સભ્યોમાં ભલજી અમરાભાઇ ચૌહાણ, મમતાબેન ભલજીભાઇ ચૌહાણ, રાકેશ ભલજીભાઇ ચૌહાણ, રવીન્દ્ર ભલજીભાઇ ચૌહાણ પર સિટી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી  પોતાના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હોવાની ફરીયાદ દાખલ  કરી તપાસ હાથી ધરેલ છે.

(11:46 am IST)