Gujarati News

Gujarati News

News of Sunday, 9th December 2018

મોરબી કાલિકા પ્લોટની ફાયરિંગ : પોલીસને રજૂઆત કરવા આવેલા બેકાબુ ટોળાનું છમકલું વાહનો પછાડયા

એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત બાદ ટોળાએ જેલ રોડ ઉપર કાંકરી ચાળો કર્યો હતો

મોરબી : મોરબીના કાલિકા પ્લોટમાં થયેલા ફાયરિંગ મામલે એ ડિવિઝન પોલીસ મથકે રજુઆત કરી પરત ફરી રહેલા ટોળા પૈકી કેટલાક ઈસમોએ જાણી જોઈને કાંકરી ચાળો કરવા પ્રયાસ કરી જેલ રોડ ઉપર ઠાકર લોજની બહાર પડેલા વાહનોને એક પછી એક નિશાન બનાવી હો હા અને ગોકીરો કરતા તુરત જ પોલીસ જવાનોએ મોરચો સાંભળી લીધો હતો અને પરિસ્થિતિને કાબુમાં લઈ ટોળાને વિખેરી નાખ્યું હતું.

હાલ સંપૂર્ણપણે સ્થિત કાબુમાં છે, લોકોએ ખોટી અફવા પર ધ્યાન ન આપવા અપીલ.

(1:36 am IST)