Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોરબંદરમાં ખારવાવાડમાં મહિલા ઉપર હુમલો થતા ટોળા એકત્ર : બાબુભાઇ બોખીરીયા સામે ભાજપ હાય...હાય..ના નારા

પોરબંદરઃ આજે વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી ત્યારે સાંજના સમયે ખારવાવાડ વિસ્તારમાં કોઇ મહિલા ઉપર હુમલો થતા ખારવા જ્ઞાતિના મઢ (કાર્યાલય) ખાતે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.

જયારે રાજમંત્રી બાબુભાઇ બોખીરીયા મતદાન મથક વિસ્તારમાં રાઉન્ડમા નીકળતા ''ભાજપ હાય...હાય...'' ના નારા લગાવીને ટોળાએ ''કોંગ્રેસ આવે છે.'' ના સૂત્રો પોકાર્યા હતા.

જયારે મેમણવાડમાં પણ ભાજપ - કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ડખ્ખો થયાનું ચર્ચાય છે.

(6:21 pm IST)