Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કલ્યાણપુરના રાણ ગામે કોંગ્રેસનું બટન દબાવતા બીજેપીનું નિશાન દેખાય છે : મતદારોએ હંગામો મચાવ્યો

ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામે આવેલ બુથ નં. ૧૬૮ ઉપર મતદારોએ આજે સાંજે હંગામો મચાવ્યો છે. મતદારોએ ચૂંટણી અધિકારીને ફરીયાદ કરીને જણાવ્યુ છે કે, ઈવીએમમાં કોંગ્રેસનું બટન દબાવતા ભાજપનું નિશાન દેખાય છે. મતદારો અને કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોએ મતદાન અટકાવ્યુ છે.

 

(5:46 pm IST)