Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

કોડીનાર વિસ્તારમાં જોરશોરથી મતદાન

 કોડીનારઃ વહેલી સવારથીજ શીયાળાની ઠંડી વચ્ચે જોરશોરથી મતદાન શરૂ થયું હતું. લોકોમાં લોકશાહિના પર્વને ઉજવવા સજજ થઇ સંપુર્ણ શાંતિપુર્વક મતદાન થયેલ. ભા.જ.પ.ના ઉમેદવાર રામભાઇ વાઢેરે પિપળી ગામે કોંગ્રેસના મોહનભાઇ વાળાએ રામનગર શાળા-કોડીનાર ખાતે મતદાન કર્યું અને બન્ને ઉમેદવારોએ મત દઇ આ લોકશાહીના પર્વને શાંતિપૂર્ણ ઉજવી વધુ મતદાન કરવા અપીલ કરી કોડીનાર વિધાનસભા વિસ્તારના ર૬૦ બુથમાંથી ૯પ બુથ સંવેદનશીલ જાહેર કરાયા હોવાથી કોડીનાર પી.આઇ. ખાંભલા દ્વારા સતત પેટ્રોલીંગ ગોઠવવામાં આવ્યો હતો.

(11:41 am IST)