Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધોરાજી વિજય વિશ્વાસનો દાવો કરતા ભાજપના હરીભાઇ

ધોરાજી તા.૯ : સવારે મતદાનનો પ્રારંભ થતા ભાજપના ઉમેદવાર હરીભાઇ પટેલ ઉપલેટા-ધોરાજીના મતદાન મથકોની મુલાકાતે આવ્યા હતા.

આ સમયે હરીભાઇ પટેલએ જણાવેલ કે ૭પ ધોરાજી, ઉપલેટા મતવિસ્તારમાં આજે શાંતિપુર્ણ મતદાનનો પ્રારંભ થયો હતો અને મતદારો દેશ અને ગુજરાતના હિતમાં મતદાન કરે છે અને ૧૦૦ ટકા મતે વિશ્વાસ છે કે ૭પ ધોરાજી સીટમાં ભાજપનો ભગવો લહેરાશે.

આ સીટમાં કોઇ જ્ઞાતિવાદ જોવા મળેલ નથી અને માત્રને માત્ર નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વિકાસ કાર્યોને પ્રજા નોંધ લઇ મતદાન કરી રહ્યા છે.

આ સાથે હરીભાઇ પટેલ સાથે વી.ડી.પટેલ, લલીતભાઇ વોરા, યાર્ડના ચેરમેન રણછોડભાઇ કોયાણી, પુર્વ ચેરમેન પ્રભુદાસભાઇ માવાણી, જયસુખભાઇ ઠેસીયા, દિલીપભાઇ હોતવાણી, સુખદેવસિંહ રાણા વિગેરે સાથે રહ્યા હતા.

(11:32 am IST)