Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોરબંદરમાં બાબુભાઇ બોખિરિયાએ ચૂંટણી આચારસંહિતા ભંગ કર્યાની કોંગ્રેસ દ્વારા ફરિયાદ

બાબુભાઇની કારમાંથી ચૂંટણી પ્રચાર સાહિત્ય મળી આવતા ફરિયાદ

પોરબંદર તા.૯ : ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખિરિયાએ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યાની ચૂંટણી અધિકારીને ફરિયાદ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

કોંગ્રેસના આગેવાનોએ જણાવેલ કે ગઇકાલે રાત્રીના ચૂંટણી આચારસંહિતા લાગુ છતાં બાબુભાઇ બોખિરિયાની કારમાંથી ચૂંટણી પ્રચાર સાહિત્ય મળી આવેલ હતુ. જેના પગલે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે.

 

(9:35 am IST)