Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

ધ્રાંગધ્રામાં ૩ દિ'માં માંદગીએ ૧૦નો ભોગ લીધો

કમોસમી વરસાદ બાદ રોગચાળો વકર્યોઃ મૃતકોમાં મોટાભાગના ૬૦ વર્ષથી વધુ ઉમરના

વઢવાણ તા. ૯ :.. ધ્રાંગધ્રા શહેરમાં કમોસમી વરસાદ પડયા બાદ ઠંડીનાં ચમકારો વધ્યો છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં દસ જેટલા અલગ અલગ માંદગી હેઠળ મોત થયા છે.

ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ માંદગીને લઇને દસ જેટલાં મોત થયાના બનાવો બન્યા છે. ધ્રાંગધ્રા શહેરમાં કમોસમી વરસાદ પડયા બાદ ઠંડીનું જોર વધતા ખાસ કરીને વૃધ્ધ લોકોને તકલીફ વધે છે.

જેમાં અલગ અલગ બીમારીમાં માંદગીને લઇને મૃત્યુ પામેલામાં ચાર મહિલા અને છ પુરૂષનો સમાવેશ થાય છે.

ત્યારે મોટા ભાગના મૃતક લોકો ૬૦ વર્ષથી ઉપરની ઉમરના લોકોનો સમાવેશ થાય છે.

ત્યારે ધ્રાંગધ્રા સ્મશાનમાં મોટા ભાગે એક અઠવાડીયામાં ચારથી પાંચ જેટલા મોત નોંધાય છે. ત્યારે ત્રણ દિવસમાં દસ જેટલા મોતનાં બનાવો નોંધાયા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આમ ઠંડી વધતા માંદગીના બિછાને પડેલા વૃધ્ધ લોકોની તકલીફ માં વધારો થયા છે. આ અંગે ધ્રાંગધ્રા સ્મશાનમાં લાકડાના કોન્ટ્રાકટર લાલાભાઇ પટેલ જણાવ્યું છે. સ્મશાનમાં મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો છે.

 

(9:33 am IST)