Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

લોધીકા તાલુકામાં ટેકાના ભાવે બંધ થયેલ મગફળી ખરીદીનો પ્રશ્ન ઉકેલાયો

કિશાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયાની મધ્યસ્થ બાદ સમસ્યાનો ઉકેલ

રાજકોટઃ તા.૯,ભારતીય કિસાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લામાં મગફળીના ટેકાના ભાવની ખરીદીમાં રાજકોટ જુના માર્કેટિંગ યાર્ડમાં લોધિકા તાલુકાની વિભાગમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ટકાની ભાવની ખરીદી બંધ કરાવવામાં આવેલ હતી.

લોધિકા તાલુકાના ખેડૂતનું સેમ્પલ ઓકે હતું ભેજની ટકાવારી બરોબર હતી તેનો ઉતારો પણ બરાબર હતું છતાં પણ સરકારી અધિકારીઓ દ્વારા ખેડૂતોની મગફળી લેતા ન હોતા.

ભારતીય કિસાન સંઘે રાજકોટ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખીયા અને રાજકોટ જિલ્લાના કાર્યકર્તાઓ સાથે મળી અને ટેકાના ભાવની ખરીદીની આ પ્રશ્નો સોલ કરવા માટે આવેલા.

ભારતીય કિસાન સંદ્ય દ્વારા સ્થળ ઉપર અધિકારી સાથે વાતચીત થતા અધિકારીઓનું કહેવું એમ થયું કે કાલે રાત્રે અમને જાણ કરવામાં આવેલ છે કે ૩૦ કિલો સિવાય મગફળીની ભરતી કરવી નહીં એટલા માટે અમે તેની ખરીદી કરી શકીએ નહીં

નમુનો કે હોવા છતાં ભરતી ન કરવાના કારણે ભારતીય કિસાન સંઘે લોધિકા તાલુકાનું સેન્ટરની ખરીદી બંધ કરાવી હતી.

મગફળી બંધ થવાના કારણે બી ડિવિઝનમાંથી પોલીસ અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયેલ હતા અને હાજર રહેલા અધિકારીઓ દ્વારા ઉપરના અધિકારીઓને બોલાવીને ખેડૂતોના પ્રશ્નો સોલ કરવા માટે પુરવઠા વિભાગ માંથી પ્રકાશભાઈ સખીયા અને કલેકટર વિભાગમાંથી વાઢેર સાહેબ સ્થળ ઉપર આવીને આ પ્રશ્નને સોલ કરેલ હતો.

આ ટોટલ કાર્યક્રમની અંદર બે-ત્રણ કલાક લોધીકા ખરીદી કેન્દ્ર બંધ રહ્યું હતું આવેલ અધિકારીઓએ ખેડૂતની મગફળી ચોકી લેવાનો હુકમ કરતા આ પ્રશ્ન સોલ્વ થયેલ હતો. તેમ ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ દિલીપભાઇ સખિયાએ જણાવ્યુ હતુ.

(3:59 pm IST)