Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ખંભાળીયાનાં રામનગરમાં શોર્ટ સર્કિટનાં કારણે પ૦ મણ મગફળી ભસ્મીભૂત

તસ્વીરમાં મગફળીનો જથ્થો ભસ્મીભુત હાલતમાં નજરે પડે છે.

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા તાલુકાના રામનગરની સીમમાં શોર્ટ સર્કિટના કારણે પ૦ મણ મગફળી ભસ્મીભૂત થતા તાલુકા વિકાસ અધિકારીશ્રીને ફરીયાદ કરી છે.

રામનગરમાં જેન્તીભાઇ મનજીભાઇ નકુમનાં ખેતરમાં મગફળીનો જથ્થો રાખેલ હતો જેમાં આજે બાજુના વિજ ટ્રાન્સફોર્મરમાં થયેલ શોર્ટ સર્કિટના કારણે આ જથ્થો બળી ગયો હતો.

(3:38 pm IST)