Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

મોરબીમાં હસ્તકલા પ્રદર્શન-વેંચાણ મેળો : ૧૩ મી સુધી તક

રાજકોટ : મહિલા કારીગરો દ્વારા રાજયભરમાં ઉત્પાદીત ચીજ વસ્તુઓના વેચાણ માટે બજાર પુરૂ પડવા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરાયુ હતુ. લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ ગ્રાઉન્ડ મોરબી ખાતે તા. ૧૩ સુધી યોજાયેલ આ હસ્તકલા મેળામાં ૧૦૦ જેટલા સ્ટોલ પર હાથશાળ, હસ્તકલા, ભરતકામ, ચર્મકામ, માટીકામ જેવી ઉત્કૃષ્ટ કલાની આઇટેમો સાથે ગૃહ ઉપયોગી વિવિધ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જે અન્વયે કોઇપણ મહીલા કારીગર ગુજરાત મહિલા આર્થીક વિકાસ નિગમના પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકે છે. અત્યાર સુધીમાં અંદાજીત ૧૨૦૦ થી વધુ મહિલા કારીગરોએ આ રીતે નોંધણી કરાવી છે. આમ મહીલા કારીગરો પોતાના ઘરે બેઠા આ યોજના હેઠળ સ્ટોલ બુક કરાવી આવા હસ્તકલા મેળાઓમાં ભાગ લઇ શકે છે. તેમને બજારમાં સીધા જ વેચાણની તક મળતા આત્મનિર્ભર બની શકે છે. કોવિડ-૧૯ ના કારણે મુશ્કેલીમાં મુકાઇ ગયેલ મહિલા કારીગરોને મોરબી મેળો સંજીવની સમાન પુરવાર થયો હતો.

(1:07 pm IST)