Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

અવારનવારના ઝઘડાથી પતિ અલગ રહેવા જતા કાલાવાડની ક્ષત્રિય પરિણીતાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૯ : સુરેન્દ્રનગર રહેતા ધર્મેન્દ્રસિંહ સજજનસિંહ પરમાર, ઉ.વ.૪પ એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  ગાયત્રીબા કિશોરસિંહ હમીરસિંહ જાડેજા, ઉ.વ.૪૦, રે. કાલાવડ(શીતલા), ખોડીયાર પરાવાળાને પોતાના પતિ તથા પરીવારના સભ્યો સાથે અવાર–નવાર બોલા ચાલી થતી હોય અને તેના પતિ સાથે ઝઘડાઓ થતા હોય અને તેના પતિ તેનાથી અલગ રહેવા ચાલ્યા ગયા હોય તે વાતનું દુઃખ લાગી આવતા પોતાના ઘરની સામે પોતાની મેળે પોતાના હાથે શરીરે જવનશીલ પ્રવાહી છાંટી આગ–લગાવી દાઝી જતા આપઘાતના પ્રયાસમાં મૃત્યુ પામે પામેલ છે.

દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. અરવીંદભાઈ ચંદુલાલ નંદા એ ફરીયાદ નોંધાવી છે કે, પટ્ટમાં મહેબુબ ગેરેજ પાસ, જામનગરમાં  રમેશભાઈ દેવાભાઈ મકવાણા એ પોતાના કબ્જામાં વિદેશી દારૂની બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અલીયા ગામે જુગાર

પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, અલીયા ગામે આરોપી હેમતભાઈ રાયધનભાઈ બાલસરા, વિજયભાઈ કાથળભાઈ છૈયા, કાસમભાઈ મામદભાઈ લાખા, વિનુંભાઈ નાગદાનભાઈ છૈયા, મુકેશભાઈ છોટુભાઈ કંટારીયા, રે. અલીયા ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦૯૬૦/– તથા મોટરસાયકલ નંગ–ર કિંમત રૂ.પ૦,૦૦૦/– મળી કુલ રૂ.૬૦૯૬૦ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

કંપનીમાં ગાડી રાખવા બાબતે બઘડાટી

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અમીતભાઈ રાજશીભાઈ ગાગલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વરવાળા ગામની પાસે આવેલ પવનચકકીના લોકેશન નં.૧૦ ની બાજુમાં ભાડાનેશ ગામે આરોપી રાકેશભાઈ વીરાભાઈ રબારીએ ફરીયાદી અમીતભાઈ સાથે કંપનીમાં બોલેરો રાખવા બાબતે ફરીયાદી અમીતભાઈને ગાળો આપી આરોપી રાકેશભાઈએ લાકડાના ધોકા વડે અમારી પેટ્રોલીંગી બોલેરો ગાડી રજી.નં.જી.જે.૧૦–ટી.વી.૯૦૯પ વાળીના આગળના ભાગે ડ્રાઈવર સાઈડ પર જોરથી મારતા કાચમાં ક્રેક પાડી આશરે ૪૦૦૦/– નું નુકશાન કરી તથા રાકેશભાઈ તથા અનીલભાઈએ ફરીયાદી અમીતભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી તમામે એક ઉદેશ રાખી ગુનો કરેલ છે.

ક્રિકેટનો જુગાર

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધવલસિંહ ચંદુભા સીસોદીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ગાયત્રી મંદિરી સામે રોડ પર આરોપીઓ ભાવીનભાઈ છગનભાઈ સીણોજીયાએ ક્રિકેટ મેચ પર સોદો લખાવી એક મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– તથા રોકડા રૂ.૬પ૦/– એમ કુલ મુદામાલ રૂ.૬પ૦૦/– સાથે કુલ મુદામાલ રૂપિયા ૬પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. આરોપીએ ભકોર નામથી  મોબાઈલમાં સેવ કરેલ છે જેનું નામ રામભાઈ કેશોદ ફરાર થઈ ગયેલ છે.

હાર્ડએટેકથી મોત

અહીં દિ.પ્લોટ –૬૬ માં રહેતા વિનોદભાઈ મોહનભાઈ સુખવાણી, ઉ.વ.૩પ, એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  ભીખુભાઈ રણછોડભાઈ લીંબડ, ઉ.વ.૬પ, રે. માંડવી ટાવર પાછળ દેવા ભાણજીની શેરી, જામનગરવાળા સીડી પરથી ઉતરતા ચકકર આવતા પલંગ પર સુતેલા હોય અને હાર્ટ એટેક આવી જતા સારવારમાં મૃત્યુ પામેલ છે.

દુકાનોના તાળા તપાસતા બે શખ્સો ઝડપાયા

પંચ એ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. સલીમ મહમદ હુશેનભાઈ નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, ધુવાવ ગામ મસ્જિદ વાળી શેરીમાં આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઉર્ફે જયલો લાખુભા સોઢા મોડી રાત્રીના અંધારામાં લુપાતા છુપાતા પોતાની હાજરી છુપાવવા પ્રયાસ કરી બંધ દુકાનોના તાળા તપાસતા કોઈ મિલ્કત વિરૂઘ્ધનો ગુનો કરવાના ઈરાદે ઝડપાઈ ગયેલ છે.

(1:05 pm IST)