Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટઃ વલસાડ-૧૪.૦, નલીયા-૧પ.પ ડીગ્રી

કેશોદ ૧૬.૬, રાજકોટ ૧૮.૩ ડીગ્રી લઘુતમ તાપમાનઃ મિશ્ર હવામાન યથાવત

રાજકોટ તા. ૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં વધઘટ યથાવત છે આજે વલસાડમા સૌથી ઓછુ ૧૪.૦ ડિગ્રી લઘુતમ તાપમાન, કચ્છના નલીયામાં ૧પ.પ ડીગ્રી, કેશોદમાં ૧૬.૬ ડિગ્રી રાજકોટમાં ૧૮.૩ ડિગ્રી લઘુમત તપમાન નોધાયું છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી જતા વાતાવરણ ટાઢુંબોળ થઇ ગયું છે જો કે બપોરે આકરા તાપના કારણે લોકો ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આગામી બે-ચાર દિવસમાં પારો વધુ ગગડે તેવા એંધાણ મળી રહ્યા છે.

રાજકોટનું ગઇકાલનું લઘુત્તમ તાપમાન ૧૭.૧ અને મહત્તમ તાપમાન ૩પ.૮ ડીગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ૪૮ અને સાંજે ર૮ ટકા રહેવા પામેલ પ્રતિ કલાક ૧ર કિ.મી.ની ઝડપે પવન ફુકાયો હતો.

સૌરાષ્ટ્રમાં કાલે સૌથી નીચુ તાપમાન અમરેલીમાં ૧૬.પ ડીગ્રી થઇ ગયું હતું ઠંડીને કારણે લોકો ગરમ વસ્ત્રમાં જોવા મળ્યા હતા. જયારે કેશોદમાં ૧૬.૬, મહુવા ૧૭.૧, ભાવનગર, ૧૮.ર, પોરબંદર ૧૮.૭, સુરેન્દ્રનગર ૧૯.ર, દીવ ૧૯.૬, વેરાવળ ર૧.૯, દ્વારકા રર.૪, ઓખામાં રપ.૧ ડીગ્રી તાપમાન નોંધાયું હતું કચ્છ કાલે અને આજે પણ ઠંડું રહ્યું હતું નલીયા રાજયનું સૌથી ઠંડુ નગર બન્યું તું નલિયામાં કાલે ૧૪.૯, કંડલા અરપોર્ટમાં ૧૮ અને ભુજમાં ૧૯.૬ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.(૬.૧૧)

કયાં કેટલીફ ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

અમદાવાદ

૧૭.૦ ડીગ્રી

ડીસા

૧૭.ર ડીગ્રી

વડોદરા

૧પ.૪ ડીગ્રી

સૂરત

રર.૮ ડીગ્રી

રાજકોટ

૧૮.૩ ડીગ્રી

કેશોદ

૧૬.૬ ડીગ્રી

ભાવનગર

૧૮.૪ ડીગ્રી

પોરબંદર

૧૮.૬ ડીગ્રી

વેરાવળ

ર૧.ર ડીગ્રી

દ્વારકા

રર.પ ડીગ્રી

ઓખા

ર૩.૪ ડીગ્રી

ભુજ

૧૯.૬ ડીગ્રી

નલીયા

૧પ.પ ડીગ્રી

સુરેન્દ્રનગર

૧૮.પ ડીગ્રી

ન્યુ કંડલા

૧૯.૦ ડીગ્રી

કંડલા એરપોર્ટ

૧૭.૭ ડીગ્રી

અમરેલી

૧૬.પ ડીગ્રી

ગાંધીનગર

૧૪.પ ડીગ્રી

મહુવા

૧૬.૧ ડીગ્રી

દિવ

૧૮.ર ડીગ્રી

વલસાડ

૧૪.૦ ડીગ્રી

(1:04 pm IST)