Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કેશોદના ગેલાણા ગામે મુન્નાભાઇ MBBS ઝડપાયો

જૂનાગઢ : રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટીનાં સુચના હેઠળ   પોલીસ ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા પો.સ્ટાફના માણસો કેશોદ તાલુકાના ગેલાણા ગામમા મેઇન બજાર , કમાણી ફળીયા પાસે એક ઇસમ કોઇ પણ પ્રકારની ડીગ્રી વગર પોતાની ઓળખ ડોકટર તરીકે આપી પ્રેકટીસ કરી દવાઓ આપે છે જે ચોકકસ બાતમી આધારે રેઇડ કરતા  કુલ-૪૪ પ્રકારની અલગ અલગ દવાઓ તેમજ સાધનો જેની કી.રૂ.૧૧ ,૭૧૫/- સાથે સુરેશભાઇ પ્રભાશંકર ભટ્ટ બ્રાહ્મણ ઉવ.૫૭, ધંધો-ડોકટરી કામ, રહે. ગેલાણા હાલ વેરાવળ રોડ, સંતકૃપા સોસાયટી, કેશોદને ઝડપી લીધો છે. આ કામગીરીમાં  એ.એસ.આઇ. એમ.વી.કુવાડીયા, પી.એમ.ભારાઇ, પો.હેડકોન્સ. સામતભાઇ બારીયા તથા પો.કોન્સ. , અનિરૂધ્ધસિંહ ચાંપરાજભાઇ, મહેન્દ્રભાઇ દાનાભાઇ, પરેશભાઇ ચાવડા, રવિભાઇ ખેર, ભરતસિંહ સિંધવ, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, ધર્મેશભાઇ વાઢેળ, રવીરાજ વાળા, ડ્રાયવર પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ, જયેશભાઇ બકોત્રા વીગેરે સ્ટાફ જોડાયેલ હતો.

(1:00 pm IST)