Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

વેરાવળ કાશીવિશ્વનાથ મંદિરનુ ગેરકાયદેસર બાંધકામ તોડી નાખી કાર્યવાહી કરવાનો હુકમ કરતા ખળભળાટ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૯: નગરપાલિકા દ્રારા કાશીવિશ્વનાથ મંદિર પાસે મોટો હોલ બનાવવા માટે પાલિકાના આવાસ યોજનાના પ્લોટમાં બાંધકામ થતું હોય તેની રજુઆત સોમનાથ સેવા સંધ દ્રારા કરાયેલ હતી જેથી પ્રાદેશીક કમીશ્નરે આ પ્લોટ માં પડેલ તમામ વસ્તુઓ કબજે કરવા તેમજ જમીન સમાતંર કરવા હુકમ કરતા ખળભળાટ મચેલ છે.

સોમનાથ સેવા સંઘના પ્રમુખ શૈલેષભાઈ મેસવાણીયાએ જણાવેલ હતું કે પોસ્ટ ઓફીસ રોડ ઉપર કાશી વિશ્વનાથ નું મંદિર આવેલ છે તેની બાજુમાં કરોડો રૂપીયાનો નગરપાલિકાનો આવાસ યોજના માટે પ્લોટ ખાલી રખાયેલ છે તેમાં કોઈપણ પરવાનગી વિના પાકુ બાંધકામ મોટો હોલ બનાવવા માટે ચાલુ કરેલ હોય તા.રર/૧૦ ના રોજ ફરીયાદ કરેલ હતી ગેરકાયદેસર બાંધકામ કરતા હોય જેથી ચીફ ઓફીસરે સ્થળ ઉપર રોજકામ કરેલ હતું અને બાંધકામ અટકાવેલ હતું સમગ્ર ઘટના માટે શૈલેષભાઈએ પ્રાદેશીક કમીશ્નર ભાવનગર ને રજુઆત કરતા હુકમ કરેલ છેકે જે સ્થળે બાંધકામ થયેલ હોય તે પ્લોટને સમાતર કરવો તેમજ દરેક મુદામાલ કબજે લેવો અને કાયદેસર ની કાર્યવાહી કરવી આ હુકમ થતાસોમનાથવેરાવળ નગરપાલિકા માં રાજકીય ખળભળાટ મચેલ છે.

ભાજપ સાશીત નગરપાલિકા માં મંદિર બાજુનો પ્લોટ તેમજ અનેક ગેરકાયદેસર બાંધકામોમાં ભ્રષ્ટાચાર થયેલ હોય તેવું વકીલો દ્રારા જાહેર નોટીસો અપાયેલ છે ચીફ ઓફીસરે પણ બાંધકામ બંધ કરવા માટે નોટીસો આપેલ છે તેમ છતા સરકારી રોડ ઉપર પાર્કીગ વગર મજુરી વિના અનેક બાંધકામો ધમધમી રહયા છે જેની પણ તપાસ કરવાના હુકમો થતા આગામી દિવસોમાં અનેક ભ્રષ્ટ્રાચારો ખુલશે તેવું જાણવા મળી રહયું છે.

(12:58 pm IST)