Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જૂનાગઢમાં બે શખ્સો બે પિસ્તોલ, ૧૪ કાર્તુસ સાથે ઝડપાયા

જૂનાગઢઃ જયશ્રી રોડ શીતળાકુંડવાળી ગલી પાસેથી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ ૭ મળી આવેલ તેમજ જૂનાગઢ બી-ડિવી. પો. સ્ટે. સામે બાગેરઝા એપાર્ટમેન્ટમાં રહેતો અલી હનીફભાઈ ભાટા જોષીપરા રેલ્વે અંડરબ્રીજ નાગદેવતાના મંદિર પાસે ઉભેલ હોય અને તેમની પાસે ગે.કા. હથીયાર હોવાની બાતમી મળેલ જે આધારે જોષીપરા રેલ્વે અંડરબ્રીજ નાગદેવતાના મંદિર પાસેથી ઉપરોકત ઈસમને પકડી અંગઝડતીમાંથી દેશી હાથ બનાવટની પિસ્ટલ નંગ ૧ તથા જીવતા કાર્ટીસ નંગ ૭ મળી આવેલ જેઓને હથીયારધારા ક. ૨૫ (૧-બી)એ, ૨૯ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે બી ડીવી. પોલીસ સ્ટેશને ગુન્હો રજી. કરવા સોંપવામાં આવેલ છે.  (૧) રોહીત ઉર્ફે પપ્પુ ડીલક્ષ ઘનશ્યામભાઈ હાસાણી (ઉ.વ. ૩૦ રહે. જયશ્રીરોડ સરદારભવનની સામે શિલ્પ-એ એપાર્ટમેન્ટ જૂનાગઢ તથા (૨) અલી (ઉ.વ. ૩૦) રહે. બી. ડિવી. પો. સ્ટે. સામે બાગેરઝા એપાર્ટમેન્ટ બ્લોક નં. ૨૦૪ જૂનાગઢને ઝડપી લઈ પકડવાના બાકી આરોપી તરીકે (૧) સ્વામી રહે. આણંદ મૂળ રાજસ્થાનની શોધ હાથ ધરી છે. આમ જૂનાગઢ શહેર વિસ્તારમાંથી બે ઈસમોને પિસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીસો નંગ ૧૪ મળી કુલ કિં. રૂ. ૬૬૪૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં એસઓજીના પો.ઈ.સ . એચ.આઈ. ભાટી તથા પો. સબ ઈન્સ. ડી.જી. બડવા, એમ.જે. કોડીયાતર તથા એએસઆઈ એમ.વી. કુવાડીયા, પી.એમ. ભારાઈ, એચ.કે. પીઠીયા તથા પો.હેડ કોન્સ. સામતભાઈ બારીયા, દીપકભાઈ જાની, મજીદખાન હુસેનખાન, ભરતસિંહ સિંધવ, પરેશભાઈ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઈ નાથાભાઈ તથા પો. કોન્સ. અનિરૂદ્ધસિંહ ચાંપરાજભાઈ, મહેન્દ્રભાઈ દાનાભાઈ, ધર્મેશભાઈ વાઢેર, શૈલેન્દ્રસિંહ સિસોદીયા, રવીરાજ વાળા, જયેશભાઈ બકોત્રા વગેરે સ્ટાફ જોડાયેલ હતો.

(12:54 pm IST)