Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જેતપુરમાં પોલીસની ઓળખ આપીને લૂંટ ચલાવતી ટોળકી સક્રિયઃ ર શખ્સો નાશી છુટયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૯ : શહેરના ગુજરાતીની વાડી વિસ્તારમા રહેતા અનેધારેશ્વર વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપમાં કામ કરતો વિપ્ર યુવાન દિપકભાઇ રસીકભાઇ ત્રીવેદી સાંજના સમયે પોતાના ઘર તરફ જતા હતા ત્યારે તકિયા પાસે બે અજાણ્યા માણસો એકટીવા મોટર સાયકલ લઇ પાછળથી આવી દિવકભાઇને કહેલ કે દારૂ કયા મળે છે અને પોલીસ છીએ સાચુ બોલજે એમ કહી એના ખીસ્સામાંથી મોબાઇલ કિંમત રૂપિયા ર૦૦૦ તેમજ રોકડ રૂપિયા ૩ર૦૦ ખીસ્સામાંથી કાઢી લઇ લુંટ ચાલાવી મારમારી નાસી ગયેલ તે જોતા તેના એકટીવા મો.સા.નં.જીજે.૦૩ એલજે ૩ર૯૩ હોય આ અંગે દિપકભાઇએ નેતા મિત્રને વાત કરતા તેના મિત્રએ કહેલ કે આ મુજબનો બનાવ અન્ય ત્રણ લોકો સાથે પણ આજ રીતે એકટીવા ચાલકોએ લુંટ કરી હોવાનુ જાણવા મળેલ હોય તપાસ કરી હકિકતે લુંટ થઇ હોય શહેર પોલીસમાં દિપકભાઇએ ફરીયાદ નોંધાવેલ કે ચેકટીવા મોટર સાયકલ પર બે અજાણ્યા શખ્સોએ પોતે પોલીસ હોવાનું જણાવી રોકડ રૂપિયા ૩ર૦૦ તેમજ મોબાઇલ એક ર૦૦૦ તેમજ અન્ય ભાદરના સામે કાંઠે રહેતા રવિન્દ્રભાઇ, હરિસંગભાઇ સાકેતનો મોબાઇલ એક તેમજ સંજય ઉર્ફે બાબુ મોબાઇલ અકે દિનેશભાઇ અમરભાઇ ભડેલીયા પાસેથી મોબાઇલ એક તેમજ રૂપિયા ૮૦૦ રોકડા આમ કુલ મળી ૧ર,પ૦૦ ની આરોપીઓ લુંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવેલ છે

તેમજ ભેસાણ તાલુકાના બામગઢ ગામે રહેતા પ્રદિપભાઇ વિક્રમભાઇ ડાભી કેજે જુનાગઢ રોડ પર આવેલ હાર્ડવેરની દુકાનમાં નોકરી કરે છે. તે સાંજના સમયે પોતાને ઘેર જવુ હોય તેના મામાનો દિકરો મિલન તે મારૂતી મોટર્સમાં કામ કરે છે. ત્યાં ચાલીને જતા હતા ત્યારે જલારામમંદિર નજીક પહોંચતા એકટીવા મોટર સાયકલમાં આવી પ્રદિપભાઇના ખીસ્સામાંથી મોબાઇલ એક કિંમત રૂ.ર૦૦૦ તેમજ રોકડ રૂપિયા ૩ર૦ ખીસ્સામાંથી લુંટ ચલાવી નાસી છુટેલ આ બન્ને શખ્સો પણ ઉપર મુજબની ફરીયાદના એકટીવા મોટર સાયકલને હોય બન્ને અંદાજીત ૩૦ થી ૩પ વર્ષની ઉમરના હોય પ્રદિપભાઇએ તેના મામાનો દિકરા મિલનભાઇને લુંટ અંગે કહેતા અગાઉ બે વ્યકિતઓ પાસેથી પણ આવીજ રીતે લુંટ ચલાવી હોવાને તેમણે જણાવેલ તેમ બન્ને વ્યકિતઓને પુછતા તેમની પાસેથી પણ લુંટ કરી હોવાનું કહેતા પ્રદિપભાઇએ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવેલ કે તેમની પાસેથી બે અજાણ્યા શખ્સોએ મોબાઇલ તેમજ રોડક રૂપિયાની લુંટ ચલાવેલ ઉપરાંત બીજા બે વ્યકિતઓ શંકર દિલીપભાઇ બામણીયાનો મોબાઇલ એક અશોકભાઇ મગનભાઇ બેગરીયાતો મોબાઇલ એક આમ કુલ મળી ત્રણ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા મળી કુલ ૮૩૩૦ ની લુંટ ચલાવી હોવાથી પોલીસે બન્ને અજાણ્યો શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધેલ.

ગોંડલમાં પણ આવી જ રીતે અજાણ્યા તસ્કરોએ લુંટ ચલાવી તરખાટ મચાવેલ બાદ જેતુરમાં પણ ૭ વ્યકિતઓ પાસેથી મોબાઇલ તેમજ રોકડની કુલ મળી ર૦.૮ર૦ ની લુંટની ફરીયાદ નોંધાઇ હોય શહેરમાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:53 pm IST)