Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાણકદેવીનો મહેલ ઐતિહાસિક વિરાસત હોઇ તેને મૂળ સ્થિતિમાં રાખવા જુનાગઢ કલેકટરને વિહિપની રજુઆત

જૂનાગઢ, તા.૯: ઉપરકોટ કિલ્લાનું રિસ્ટોરેશનનું કામ ચાલુ થયેલ હોય, આ ઉપરકોટ કિલ્લા માં પ્રાચીન વખતની ઐતિહાસિક રાણકદેવી નો મહેલ આવેલ છે જેના સ્થળ પર પૂરતા પુરાવા છે જે વર્ષોથી સૌને ધ્યાનમાં પણ છે ને હિન્દૂ સમાજ વર્ષોથી મુલાકાત પણ લે છે.

સરકારશ્રી એ બનાવેલ ટ્રસ્ટ જેના રજીસ્ટ્રેશન નંબર બી/૨૭ જૂનાગઢ તા. ૧/૯/૧૯૬૭ ટ્રસ્ટનું નામ ઉપરકોટ જુમ્મા મસ્જિદ, જૂનાગઢ અને ટ્રસ્ટી તરીકે સરકારશ્રી વતી મામલતદાર હોદાની રૂએ નિયુકત થયેલ હોય તેમજ કયાંક એવો પણ ઉલ્લેખ છે કે ટ્રસ્ટનો ઉદ્દેશ્ય મુસ્લિમ સમાજને નમાજ પઢવા અને મસ્જિદ સંચાલન કરવાનો ઉદ્દેશ્ય હોય આ પબ્લિક ટ્રસ્ટ રજીસ્ટરમાં સ્થાવર મિલ્કત તરીકે સરકારશ્રીના માલીકીમાં ઉપરકોટમાં મસ્જિદ આવેલ છે તેમ દર્શાવેલ છે.ર્ં

એવું પણ કહેવામાં આવે છે કે ગુજરાત રાજય વકફ બોર્ડની કચેરીમાં નોંધાયેલ આ ટ્રસ્ટની મસ્જિદ રાજાશાહીની ઐતિહાસિક પૌરાણિક મસ્જિદ હોય ત્યારે અંદાજિત ૬૦૦ વર્ષ પહેલાં બનેલી આ મસ્જિદ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય ત્યારે પ્રશ્ન એ છે કે ૬૦૦ વર્ષ પહેલા ની રાજાશાહી ની અત્યારે આઝાદી ના ૭૩ વર્ષ પછી લોકશાહી માં કોઈ સંબંધ નથી તેમજ વર્ષોથી પર્યટકો માટે  આકર્ષકનું કેન્દ્ર રાણકદેવી મહેલ રહ્યું છે જે સરકારને પણ ધ્યાનમાં છે.

ત્યારે સમગ્ર હિન્દૂ સમાજ તરફથી  વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે કે આ વિષય પર સરકાર પુરાવા સાથે સાર્વજનિક કરે, તથ્યો ને હિન્દૂ સમાજ ની સામે મૂકે, મુસ્લિમ સમાજ દ્વારા પોકળ દાવાઓનું પણ કેટલું તથ્ય છે એનો પણ ખુલાસો કરે, આ ટ્રસ્ટ ની હયાતી છે કે નહીં એની પણ તપાસ કરે, ઓડિટ નો થતા સમયાંતરે ટ્રસ્ટ હયાત નથી રહેતુ ત્યારે એની પણ તપાસ થાય કે વાસ્તવિક માં ટ્રસ્ટ છે નહીં, રાજાશાહી વખત ની ૬૦૦ વર્ષ પહેલા ની ચર્ચાઓ આઝાદ લોકશાહી ભારત દેશ માં શુ કનેકશન હોય એ પણ સરકારશ્રી જાણ કરે.

ઉપરકોટ એટલે જે તે સમય નું જૂનું જૂનાગઢ જ કહેવાતું ત્યારે સમય જતાં રાણકદેવી નો મહેલ ઐતિહાસિક વિરાસત હોય જેથી તેની મૂળ સ્થિતિમાં કોઈ ફેરફાર ન થાય અને તેનો હેતુ તેમજ સ્મારકો અને કોતરણી થયેલી શિલાઓ જે રાણકદેવી મહેલ ના પુરાવા સમાન છે તેમાં પણ કોઈ ફેરફાર ન થાય તેવી તાકીદ કરવા સમગ્ર હિન્દૂ સમાજ વતી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે.

આ ખૂબ ચર્ચિત વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ સરકારશ્રી ને ૭ દિવસનું અલટીમેટમ આપે છે તેમજ જણાવેલ વિષય પર પુરાવા સાથે સાર્વજનિક ખુલાસા કરે ત્યારબાદ રિસ્ટોરેશન શરૂ કરે એવી માંગણી છે અન્યથા ૭ દિવસ સુધી કોઈ પ્રત્યુત્તર નહીં મળે તેમજ ખુલાસા વિના રિસ્ટોરેશન નું કામ ચાલુ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધના કાર્યક્રમ આગળ વધશે ને ઉપરકોટ ના દ્વાર પર જ પ્રતીક ઉપવાસ ના કાર્યક્રમો થશે તેવી વિહિપ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

(12:52 pm IST)