Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ ઉપર બલેનો ગાડીએ ૬ બાઇક સહિત એક આધેડને હડફેટે લીધા

વઢવાણ,તા. ૯: સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં અવાર નવાર વાહન સાથે વાહન અથડાવાના અને અકસ્માતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરના ૮૦ ફૂટ રોડ ઉપર ઉદ્યોગ નગરના ગેટ નજીક હાઈ સ્પીડમાં બલેનો ગાડીએ એક આધેડ વ્યકિતી સહિત પાર્ક કરેલા ૬ બાઈકને ટક્કર મારતા હિટ એન્ડ રનનો બનાવ પામ્યો હતો.

બલેનો ગાડી નંબર G.J.13 AR 0762ી ૮૦ થી ૧૦૦ ની સ્પીડમાં રોંગ સાઈડમાં એક સાથે ૬ બાઈક સહિત આધેડ વ્યકિતને બાઈક નંબર G.J 13 FFO 106 નંબરના બાઈકને ટક્કર મારીને બાઈક સાથે આધેડ વ્યકિતને બલેનો ગાડીએ અંદાજે ૨૦ ફૂટ સુધી ઢસડી અડફેટે લઈ બોલેરો ગાડી મુકીને ગાડીના ડાઈવર સહિત ત્રણ થી ચાર નવ યુવાનો નાશી છુટયા હતા.

આ અકસ્માતમાં આધેડ વ્યકિતને ગંભિર ઈજા પહોંચતા સારવાર અર્થે શહેરની સીયુશાહ મેડીકલ ટીંબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ હિટ એન્ડ રનના બનાવમાં ૬ બાઈક સહિત આધેડ વ્યકિત જેઓ વઢવાણ શહેરના જીઆડીસી પાછળના વિભાગ આવેલી વિરાટનગર સોસાયટીમાં રહેતા પોપટભાઈ જીવાભાઈ સોંલકી ઉંમર ૫૬ જેઓ રેલવે પોલીસમાં ફરજ બજાવે છે.

અને બલેનો ગાડીએ ૬ બાઈકને બુકડો બોલાવતા લાખો રૂપિયાનું નુકશાન બાઈકના માલીકોને થવા પામ્યુ હતું આ હિટ એન્ડ રનના બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા આ બનાવની જાણ બી ડીવીઝન પોલીસ મથકમાં કરવામાં આવતા ઘટના સ્થળે પોલીસ કાફલો દોડી જઈ હિટ એન્ડ રન અને અકસ્માતનો ગુનો નોંધી તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:44 am IST)