Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

કાલાવડના જામવાડી ગામની વિડીમાં આગથી ઝાડ-પાન બળીને ખાખ થયા

વન વિભાગ-ફાયર બ્રિગેડ-ગ્રામજનોની મહેનતથી ૪ કલાકે આગ કાબુમાં આવીઃ વન વિભાગ દ્વારા આગનું કારણ જાણવા સતત તપાસ ચાલુ

નવાગામ (તા.કાલાવડ), તા., ૯: કાલાવડ તાલુકાના જામવાળી ગામ નજીક વીડીમાં આગ લાગતા અસંખ્ય ઝાડ-પાન બળીને ખાખ થઇ જવા પામેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલાવડ તાલુકાના જામવાડી ગામે ૪૦૦ થી વધુ હેકટરમાં વન વિભાગની ઘાસની વીડી આવેલી છે. જેમાં એકાએક આગ ભભુકી ઉઠી હતી. વીડીમાં સુકુ ઘાસ ઉભુ હોય ત્યારે પળવારમાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું અને પાણીના પ્રવાહની જેમ આગ પણ ફેલાઇ ગઇ હતી. જેના કારણે ઉગેલુ ઘાસ પર આવી ગયું હતું બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ ઓલવવાની કામગીરીમાં વન વિભાગના અધિકારીઓ અને માલધારી તેમ જ સ્થાનીક મજુરો પણ જોડાઇ રહયા હતા. મજુરોએ જાળીના ઝાંખરા કાપી ડાળીઓની મદદથી આગ ઓલવવાનો પ્રયાસ કર્યા હતા. ત્રણથી ચાર કલાક સુધી આગના ગોટે ગોટા નિકળતા રહા અંતે ફોરેસ્ટ વિભાગના કર્મચારી, ફાયર બ્રિગેડ, સ્થાનીક મજુરોની મહેનત રંગ લાવી અંતે ત્રણથી ચાર કલાકની મહા મહેનતે આગ પર કાબુમાં મેળવ્યો. આગ લાગવાને કારણે તેમાં ચકલી સહીતના નાના પક્ષીઓ તેમજ જીવજંતુ રહેતા હોય મોટા વિસ્તારમાં આગ ફેલાતા પક્ષીઓ સહીતના નાના મોટા જીવજંતુ આગની ઝપેટમાં આવી ગયા હતા. તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીનું એક મોટર સાયકલ પણ મળીને ભસ્મીભુત થઇ ગયું હતું.

(12:02 pm IST)