Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ભાવનગરમાં સપ્તર્ષિ દ્વારા યોજાયો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

 (મેઘના વિપુલ હિરાણી) ભાવનગર,તા.૯ :  શહેરમાં સપ્તર્ષિ ગ્રુપ દ્વારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પ્રિમીયર યોજાયું હતું . આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના નિર્ણાયકોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેકટર, એડિટર , લેખક , અભિનેતા ઉપસ્થિત રહ્યા હતા. ૮ થી ૧૨ મિનિટની આપેલ વિષયો પર ૧૯ એન્ટ્રીસ આવેલી જેને રાહુલ ભોળે, વિનીત કનોજિયા, વિજયગીરી બાવા , ચેતન ધાનાણી , ઓજસ રાવલ, રૂચિર ચુડાસમા જેવા ખ્યાતનામ નિર્ણાયકોએ સેવા આપેલ. જેમાં પ્રથમ ક્રમે કાત્યાની , દ્વિતિયએ સારાંશ અને તૃતીય ક્રમે કિરદાર  શોર્ટ ફિલ્મ વિજેતા બની હતી. તદુપરાંત બેસ્ટ અભિનેતા, બેસ્ટ અભિનેત્રી, બેસ્ટ ડાયરેકટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ એડિટર અને બેસ્ટ સિનેમેટોગ્રાફર જેવા  વિવિધ કેટેગરી એવોર્ડ્સ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા અને વિજેતા બનેલ ત્રણ  શોર્ટ ફિલ્મને રોકડ પુરસ્કાર આપી પ્રત્સાહિત કરાયા હતા. શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પ્રિમીયરમાં ભાવનગરના ખ્યાતનામ કવિ, લેખકો અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરની વિવિધ સંસ્થાઓ એ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે સ્પોન્સરશીપ આપી હતી તેમ ગ્રુપના સભ્ય પુનિત પુરોહિતે જણાવ્યું હતું  ભાવનગરમાં આપ્રકારનું આયોજન પ્રથમ વખત થયું અને ભાવનગરની કાલા પ્રિય જનતાએ  પ્રતિસાદ આપ્યો તે બદલ સમગ્ર સપ્તર્ષિ ગ્રુપના સભ્યો નિકેતા આચાર્ય ,વિશ્વા આચાર્ય, દેવર્ષિ ભટ્ટ ,દેવર્ષિ ત્રિવેદી અને પુનિત પુરોહિતે આભાર વ્યકત કરેલ હતો.

(11:43 am IST)