Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામજોધપુર યાર્ડમાં ૧૦ કલાકમાં પ૦ (હજાર) ગુણીની મગફળીની બમ્પર આવક

  જામજોધપુરઃ માર્કેટીંગ યાર્ડમાં દસ કલાકમાં ૫૦,૦૦૦ (પચાસ હજાર) ગુણી મગફળીની બમ્પર આવક થતાં હાલ પુરતી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. તેમ પ્રમુખ દેવાભાઇ પરમાર દ્વારા જણાવેલ છે. જણાવ્યા મુજબ માર્કેટીંગ યાર્ડમાં ખુલી બજારમાં મગફળીનો ખેડુતોને સારો એવો ભાવ મળી રહયો છે તેમજ માર્કેટીંગ યાર્ડમાં મગફળીની આવક વધતા ખેડુતોને કોઇ મુશ્કેલી કે અગવડતા ન પડે તે માટે માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓને જરૂરી સુચના આપી ખેડુતો માટે તમામ સુવિધા ઉભી કરી સુચારૂ વ્યવસ્થા જાળવેલ છે.

(11:40 am IST)