Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ગોંડલના આંબરડી ગામે હલણ પ્રશ્ને ભાઇ ઉપર ભાઇનો ખરપીયાથી હુમલો

કમરકોટડામાં રેતીનું ભુંસુ ભરવા પ્રશ્ને રોહિત પાટડીયા ઉપર બે શખ્સોનો પાવડાથી હુમલો

રાજકોટ તા. ૯ : ગોંડલના આંબરડી ગામે વાડીના હલણ પ્રશ્ને થયેલ ઝઘડામાં ઘનશ્યામભાઇ નાથાભાઇ બાલધા ઉપર તેના ભાઇ ઓધવજી નાથાભાઇ બાલવાએ લોખંડના ખરપીયાથી હુમલો કરી ઇજા કરી હતી અને વાડીના હલણમાંથી ચાલીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવ અંગે ઘનશયામભાઇએ તેના ભાઇ ઓધવજી સામે ફરીયાદ કરતા ગોંડલ તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે

બીજા બનાવમાં કમરકોટડા ગામે ભાદર નદીના કાંઠે રેતીનું ભુંસુ ભરવા પ્રશ્ને થયેલ ઝઘડામાં રોહિત મોહનભાઇ પાટડીયા ઉપર તે જ ગામના વિપુલ બાબુભાઇ સાકરીયા તથા ભૂપત માવજીભાઇ ચનીયારાએ પાવડાથી હુમલો કરી મારમાર્યો હતો તેમજ વિપુલે મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે રોહિતએ ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ કરતા તાલુકા પોલીસ મથકના હેડ કો.જે.વી.વાળાએ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)