Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

માળિયા હાટીનાની બજારમાં દિવાળીની રોનક નહી

માળીયા હાટીના : દિવાળીના તહેવારો નજીક આવે છે બજારમાં જોરદાર ખરીદીની સીઝન શરૂ થઇ ગઇ છે તેમ છતા હજુ માળીયાહાટીનામાં બેકારી જોવા મળેછે. માળીયાની બજારો સુમસામ ભાસે છે. તમામ બજારો કોરો ધાકોડ જોવા મળે છે. કટલેરી, કાપડ, રેડીમેઇટ, બુટચંપલ, સોનાચાંદી, ઠામ વાસણ, હોઝીયરી, ઇલેકટ્રીક અને ફટાકડા તેમજ દિવાળીના રંગબેરંગી કલર આમ તમામ પ્રકારના વેપારીઓ ઘરાકની રાહ જોવે છે. એક પણ ધંધામાં ઘરાકી જેવુ નામ નિશાન નથી. દિવાળીના તહેવારો નજીક હોવા છતા માળીયાહાટીનામાં બેકારીએ ભયંકર ભરડો લીધો છે. દર વર્ષેઉપર પર પ્રાંતીય મજૂરોનો રાફડો ફાટયો હોય છે પણ આ વર્ષે દિવાળી ઉપર દસ ટકા પણ મજૂરો જોવા મળ્યા નથી કારણ કે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે એટલે ખેડૂતો અને વેપારીઓ બંને જોલા ખાઇ છે. સુમસામ બજારની તસ્વીર.

(11:36 am IST)