Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પાટડીના બામણવા ગામે ૧૦ વર્ષના બાળકનું તળાવમાં ડૂબી જતા મોત

માતા સાથે કપડાં ધોવા ગયેલ : ઉંડા પાણીમાં ગરક

વઢવાણ,તા. ૯: પાટડીના બામણવા ગામે રહેતાં રોહીતભાઈ રાઠોડના ૧૦ વર્ષના પુત્રનું તળાવમાં ડુબી જવાથી મોત નીપજયું હતું . પરિવારજનો સહિત સમસ્ત ગામમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી. રોહીતભાઈ રાઠોડના પત્ની અલ્કાબેન ગામમાં આવેલ તળાવે કપડા ધોવા માટે ગયા હતાં.

જે દરમ્યાન પુત્ર નાગરાજ ઉ.વ.૧૦ જે ધોરણ-૪માં અભ્યાસ કરે છે તે પણ પાછળ તળાવે ગયો હતો જેની માતાને જાણ નહોતી અને કોઈ સમયે પુત્રનો તળાવમાં પગ લપસી ગયો હશે ત્યારે કપડા ધોયા બાદ માતા ઘરે પરત આવી ગયા બાદ પુત્ર નજરે ન પડતાં તેની શોધખોળ હાથધરી હતી. પરંતુ પુત્ર નાગરાજને તળાવમાં શોધતાં પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

લાશને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જયાં ગામના સરપંચ સહિત પી.કે.પરમાર, ચંદ્રકાન્ત પરમાર, વિષ્ણુભાઈ સહિતનાઓ ઉમટી પડયાં હતાં.

(11:34 am IST)