Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

હળવદના કવાડિયા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની અડફેટે અજાણ્યા પૌઢનું મોત

(દીપક જાની દ્વારા ) હળવદ,તા. ૯: તાલુકાના કવાડિયા ગામના પાટિયા નજીક અમદાવાદ તરફથી આવતી ટ્રાવેલ્સ ચાલકે એક અજાણ્યા પૌઢને અડફેટે લેતા તેનું દ્યટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું બનાવને પગલે પોલીસ દ્યટનાસ્થળે દોડી ગઇ મૃતકની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ઘ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રાવેલ્સ ચાલકે કવાડિયા ગામના પાટિયા નજીક એક અજાણ્યા આશરે ૫૦ વર્ષના પૌઢને અડફેટે લીધા હતા જેમા આ પૌઢ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ત્યાં જ દમ તોડી દીધો હતો.

અકસ્માતમાં બનાવને પગલે બીટ જમાદાર સહિતના પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડી જઈ મૃતકની લાશને પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારજનોની શોધખોળ આદરી હતી સાથે જ અકસ્માત સર્જનાર ટ્રાવેલ્સ ચાલક વિરુદ્ઘ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં જાણવા મળતી માહિતી મુજબ આ ટ્રાવેલ્સ અમદાવાદ થી ભુજ તરફ જતી હોય તે વેળાએ હળવદના કવાડિયા નજીક અકસ્માત સર્જાયો હતો જોકે સદ્ નસીબે ટ્રાવેલ્સ પલટી મારતા મારતા બચી ગઇ હતી જેના કારણે તેમાં રહેલ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

(11:32 am IST)